Western Times News

Gujarati News

28.46 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર મેગા ITIનું નિર્માણ કરાયું

45 વર્કશોપ, 35 થિયરી રૂમ અને 14 અ‍ન્ય રૂમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્લેસમે‍ન્ટ કાઉ‍ન્સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, કો‍ન્ફર‍ન્સ હોલ, કે‍ન્ટીન, સ્ટાફ રૂમ, વહીવટી રૂમ જેવા અનેક રૂમોનો સમાવેશ થાય છે.

રાજયકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ રહેશે ઉપસ્થિત-રાજ્ય સરકાર દ્વારા ₹ 28.46 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર મેગા આઈ.ટી.આઈ.નું નિર્માણ કરાયું

ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાશે ITI કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાન તથા સેન્ટર ઓફ એકસલન્સ (CoE)નું લોકાર્પણ

અમદાવાદ ખાતે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તા. 17 જુલાઈના રોજ આઈ.ટી.આઈ. કુબેરનગરના અદ્યતન સુવિધાસભર નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરાશે. તેમની સાથે રાજયકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)નું પણ લોકાર્પણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ₹ 28.46 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર પાંચ માળની મેગા આઈ.ટી.આઈ.નું નિર્માણ કરાયું છે.

અદ્યતન સુવિધાઓથી તૈયાર કરાયેલી આ આઈ.ટી.આઈ. ખાતે 45 વર્કશોપ, 35 થિયરી રૂમ અને 14 અ‍ન્ય રૂમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્લેસમે‍ન્ટ કાઉ‍ન્સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, કો‍ન્ફર‍ન્સ હોલ, કે‍ન્ટીન, સ્ટાફ રૂમ, વહીવટી રૂમ જેવા અનેક રૂમોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઔધોગિક તાલીમ સંસ્થા, કુબેરનગર 55 વર્ષ જૂની સંસ્થા છે. જ્યાં 4600થી વધારે બેઠકો સાથે તાલીમાર્થીઓ માટેની સુવિધા છે.

આઈ.ટી.આઈ, કુબેરનગર ખાતે પિડિલાઇટ ઈન્ડસ્ટ્રી દ્વારા કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના સહયોગથી પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવા‍ન્સ સ્કિલ્સ (પીડબલ્યુપી) સેન્ટર કાર્યરત કરવામાં આવશે. જ્યાં ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવશે.

આ ઉપરાંત નોકિયા દ્વારા ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ મારફત સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. જેમાં 5G, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રોન, સિક્યોરિટી અને સર્વેલન્સ, હેન્ડસેટ રિપેર અને લાઇન એસેમ્બલી જેવી ઉભરતી અને ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખી કોર્સ શરૂ કરવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં યુવાનો માટે રોજગારી મેળવવા આ પ્રકારના કોર્સ મદદરૂપ થઇ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.