ભરૂચ સિવિલના ખાનગીકરણથી સેવાયજ્ઞ સમિતિના હંગામી આશ્રય સ્થાન માટે મૂંઝવણ
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલની ખાનગીકરણ કરાતા સિવિલ સંકુલમાં નિરાશ્રીતો માટે આશીર્વાદરૂપ એવા સેવાયજ્ઞ સમિતિના હંગામી આશ્રય સ્થાન હટાવવાની હિલચાલ થી શિયાળામાં જ તેઓના માથેથી છત હટી જાય તેમ છે તેથી સેવાયજ્ઞ સમિતિ દ્વારા કાયમી આશ્રયસ્થાન બનાવવા માટેની જગ્યા ફાળવણીની માંગણી કરવામાં આવી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ નિરાધાર દર્દીઓ અને અન્યો માટે પણ સ્વાસ્થ્ય સંબંધિત તેવા અને ભોજન પણ સેવાયજ્ઞ સમિતિ દ્વારા પુરૂ પાડવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં આવા દર્દીઓ અત્યાર સુધી લાભ લઇ ચૂક્યા છે આ ઉપરાંત સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલના વિશાલ ગ્રાઉન્ડમાં પાછળના ભાગે તેઓને ફાળવી આપવા માં આવેલ જગ્યામાં સારવાર બાદ સ્વસ્થ થયેલા પરંતુ ગરીબ નિરાધાર અને ગમે ત્યારે સારવારની જરૂર ઉભી થાય તેવા લોકો માટે હંગામી ધોરણે શેડ ઉભો કરી તેઓને આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો છે જેમાં હાલમાં પણ 50થી વધુ દર્દીઓ આશ્રય લઈ રહ્યા છે.
હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે જેના પરિણામે નવિનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ દરમિયાન આ સેવાયજ્ઞ સમિતિના મીરા તારો માટેના હંગામી આશ્રય સ્થાન ને હટાવવા માટેની હિલચાલ શરૂ થતા શિયાળામાં જ નિરાધાર ઓના માથેથી છત છીનવાઈ જાય તેવા સંજોગો સર્જાય રહ્યા છે જેથી સેવાયજ્ઞ સમિતિના સંસ્થાપક રાકેશ ભટ્ટ અને તેમના સહયોગીઓ ચિંતામાં મુકાયા છે વર્ષોથી સેવા યજ્ઞ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિરાધાર ઓ માટે કાયમી આશ્રયસ્થાન બનાવવા માટેની જગ્યાની ફાળવણી માટેની માંગણી કરવામાં આવી રહી છે
પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી આથી હાલમાં હંગામી આશ્રય મેળવી રહેલા દર્દીઓને ક્યાં ખસેડવા તે પ્રશ્ન ઊભો થવા પામ્યો છે તેમજ ૩૦૦ જેટલા આવા નીરાધારો માટે કાયમી આશ્રયસ્થાન માટે સરકાર જગ્યા ફાળવે તેવી માંગ કરી રહ્યા છે.
સેવાની ધૂણી ધખાવનાર ભરૂચની સેવાયજ્ઞ સમિતિના કાયમી આશ્રયસ્થાન માટેની માંગણી અંગે સરકારી તંત્ર સુધી પહોંચાડવા પ્રજાના પ્રતિનિધિઓ સહાયરૂપ બને તે જરૂરી છે.