Western Times News

Gujarati News

સગર્ભા મહિલાને હોસ્પિટલ જતી વેળા રોડ વચ્ચે જ પ્રસુતિ કરાવી પડી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા વર્ષના ૩૬૫ દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે.

જેના ભાગરૂપે શનિવારના રોજ સવારે ૮ઃ૩૫ એ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ૧૦૮ ઈમરજન્સી સેવાને નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામનો મહિલાની પ્રસુતીના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લાની એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ કાંદરોજ ગામ ખાતે શિલ્પાબેન રેવાદાશભાઈ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી

અને ત્યાં રેવાદાશભાઈના પત્ની શિલ્પાબેન ને પ્રસ્તુતીનો દુખાવો ઉપડતા તેઓને કાંદરોજ ગામથ રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા.

આ સમયે નવાપરા અને કુમસગામ વચ્ચે સગર્ભા મહિલા શિલ્પાબેનને અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક ત્યા જ પ્રસુતિ કરાવી પડે એવું જનાતા ઈએમટી હિનાબેનએ પાઈલટ ર્નિમલભાઈ ને કહી એમ્બ્યુલન્સ સાઈડ માં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી ઈઇઝ્રઁ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી.

સગર્ભા મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ માતા અને બાળકને જરૂરી સારવાર આપી નજીકની રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાતા ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ બાબતની જાણકારી ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખને પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.