7.27 લાખની આવક સુધી કોઈ ટેક્ષ નહીંઃ નાણાપ્રધાન
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્વારે એક સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે રૂા.૭.ર૭ લાખની ર્વાષિક આવક સુધી કોઈ ટેક્ષ લાગુ પડશે નહી.
કર્ણાટકમાં ઉડપી ખાતે એક પ્રસંગમાં બોલતાં સીતારમને જણાવ્યું હતું કે રૂા.૭.ર૭ લાખ સુધી હવે તમારે કોઈ ટેક્ષ ભરવાનો થતો નથી. માત્ર રૂ.ર૭,૦૦૦ પર બ્રેકઈન આવવે છે. ત્યાયર પછી ટેક્ષ ભરવાની શરૂઆત થાય છે. તમારી પાસે રૂા.પ૦,૦૦૦ ના સ્ટાન્ડર્ડ ડીડકશનની જાેગવાઈ પણ છે.
નવી સ્કીમ હેઠળ પહેલા સ્ટાન્ડર્ડ ડિડકશન નહોતું હવે તે આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારની ઉપ્લબ્ધીઓ વિશે બોલતાં સીતારામને કહયું હતું કે માઈક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝસી એમએસએમઈ માટેનું કુલ બજેટ ચાલુ નાણા વર્ષ માટે વધારી રૂ.રર.૧૩૮ કરોડ કરવામાં આવ્યું હતું.
જે ર૦૧૩-૧૪માં રૂા.૩,૧૮પ કરોડ પર હતું. તેમણે ઉમેયું હતું કે કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ માટેની ક્રેડીટ ગેરંટી સ્કિમ માટે રૂા.૯૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યાં હતાં.