Western Times News

Gujarati News

ઘડપણને જુવાનીમાં બદલી નાખતું કેમિકલ, સફળ પ્રયોગ થયાનો દાવો

ન્યૂયોર્ક, વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે, જે કોઈને પણ પસંદ નથી. વૃદ્ધ થવાની યયાતિની વાર્તા મનુષ્યો પર સંપૂર્ણ રીતે બંધબેસે છે. યયાતિ રાજા પુરુના પિતા હતા. પુરુ જેનો વંશ આગળ વધીને ભીષ્મ સુધી પહોંચ્યો. રાજા શુક્રએ યયાતિને વૃદ્ધ થવાનો શ્રાપ આપ્યો હતો. પરંતુ ૧૦૦ વર્ષ થયા પછી પણ તેઓ યમરાજ સાથે જવા માટે રાજી ન થયા. યમરાજે તેની સામે એક શરત મૂકી કે, જાે તે તેના કોઈપણ પુત્રની યુવાની લઈ લે તો તે ફરીથી યુવાન થઈ શકે છે.  Cellular aging can be reversed by chemical reprogramming

યયાતિના બધા પુત્રોએ તેમ કરવાની ના પાડી, તો તેના નાના પુત્ર પુરુએ તેની યુવાની તેને દાનમાં આપી દીધી. વાર્તાની વાસ્તવિકતા ભલે ગમે તે હોય, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે, આપણે હંમેશા યુવાન જ કેમ રહેવા માંગતા હોઈએ છીએ. જેમાં કેટલાક તો હેર કલરિંગથી લઈને બોટોક્સ સુધી, અને નવીન ટેક્નોલોજીથી લઈને ઓક્સિજન થેરાપી સુધીની દરેક વસ્તુ કરાવતા હોય છે.

જાેકે, યંગ રહેવાની ડિમાન્ડ વધુ હોવાને કારણે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક દવા કોકટેલ શોધી કાઢી છે, જેની ગોળી લઈ તમે એકદમ યંગ થઈ જશો. ન્યૂયોર્ક પોસ્ટનો અહેવાલ મુજબ ‘કેમિકલ ઇન્ડ્યુસ્ડ રિપ્રોગ્રામિંગ ટુ રિવર્સ સેલ્યુલર એજિંગ’ નામનો આ અભ્યાસ ૧૨ જુલાઈના રોજ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયો હતો. આનો અર્થ એ છે કે, રાસાયણિક પુનઃપ્રોગ્રામિંગ દ્વારા સેલ્યુલર વૃદ્ધત્વને ઉલટાવી શકાય તેવા અભ્યાસો જ કરવામાં આવ્યા છે.

સંશોધકોની એક ટીમે છ રસાયણોનું મિશ્રણ શોધી કાઢ્યું છે, જે મનુષ્ય અને ઉંદરની ત્વચાના કોષોમાં વૃદ્ધત્વ પ્રક્રિયાને ઘણા વર્ષો સુધી ઉલટાવી શકે છે. હાર્વર્ડના સંશોધક ડેવિડ સિંકલેરે પણ ટિ્‌વટર થ્રેડમાં આના પર લખ્યું છે કે, ‘અમે અગાઉ જાેયું છે કે, કેવી રીતે જીન થેરાપીનો ઉપયોગ કરીને વૃદ્ધાવસ્થાને ઉલટાવી શકાય છે, જેમાં ગર્ભના જનીનો (ભ્રૂણ જનીન) કામ કરવાનું શરૂ કરે છે.

હવે અમને જાણવા મળ્યું છે કે, આ પ્રક્રિયા રાસાયણિક કોકટેલથી પણ શક્ય છે, જે શરીરના સંપૂર્ણ કાયાકલ્પ તરફ એક પગલું છે, મુખ્ય વસ્તુ એ છે કે, આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ નહીં હોય. સિંકલેરે જણાવ્યું કે, તેઓ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં તેમની ટીમે ૩ વર્ષથી વધુ સમય એવા પરમાણુઓ શોધવા માટે વિતાવ્યો છે, જે સેલ્યુલર એજિંગને રિવર્સ કરી શકે અને માનવ કોષોને પુનર્જીવિત કરી શકે.

પોતાના ટ્‌વીટમાં સિંકલેરે લખ્યું, ‘ઓપ્ટિક નર્વ, મગજની પેશીઓ, કિડની અને સ્નાયુઓ પર કરવામાં આવેલા અભ્યાસના પરિણામો આશા જગાડે છે. ઉંદરો પરના પ્રયોગોમાં તેમના જીવનકાળમાં ઘટાડો જાેવા મળ્યો હતો અને આ વર્ષે એપ્રિલમાં, વાંદરાઓમાં પણ સુધારો જાેવા મળ્યો હતો. જ્યાં સુધી માનવીઓની વાત છે, તેમની ઉંમરને ઉલટાવી દેવા માટે જીન થેરાપીના પ્રથમ અજમાયશની તૈયારીઓ ચાલી રહી છે અને તે આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.