Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવના મંદિરના ઈતિહાસ પર બની રહી છે એક ફિલ્મ 

“ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ”નું ટીઝર આવી ગયું

મુંબઈ, ગુજરાતના સોમનાથ મહાદેવના મંદિરના ઈતિહાસ પર એક ફિલ્મ  The Battle Story of Somnath બનવા જઈ રહી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ની જાહેરાતની સાથે સાથે એક ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં શૂટ થશે અને ગુજરાતી સહિત ૧૨ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અનુપ થાપા કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને અનુપ થાપાએ જ લખી છે. ફિલ્મના નિર્માતા મનીષ મિશ્રા અને રણજીત શર્મા છે. ફિલ્મ ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’નું ડિરેક્શન અનુપ થાપા કરી રહ્યા છે.

તારીખ ૧૫ જુલાઈ, ૨૦૨૩ના રોજ નિર્માતા મનીષ મિશ્રા અને રણજીત શર્માએ પોતાની આ ફિલ્મની જાહેરાત કરી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરાયેલા હુમલાની વાર્તા વર્ણવાઈ છે. પરંતુ, આ ઈતિહાસને ક્યારેય મોટા પડદા પર દેખાડાયો નથી.

પહેલીવાર તેના પર ફિલ્મ બની છે. આ ફિલ્મનું એનિમેટેડ ટીઝર રિલીઝ થયું છે. જેમાં ફિલ્મની વાર્તાની ઝલક જાેવા મળે છે. ૧.૪૨ મિનિટના આ વીડિયોમાં આક્રમણકારી મહમૂદના સોમનાથ મંદિર પર હુમલાથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલના ફરીથી મંદિર નિર્માણ કરાયાની એક ઝલક બતાવવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

ફિલ્મ ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ એ પેન ઈન્ડિયન ફિલ્મ છે. જે હિન્દી અને તેલુગુ, ગુજરાતી સહિત ૧૨ ભાષાઓમાં રજૂ થશે. ફિલ્મના ડાયરેક્ટર જણાવે છે કે, આ કહાની ઓડિયન્સ સામે ભારતનો ઈતિહાસ રજૂ કરશે. જેને લોકોએ ભૂલાવ્યો છે, અથવા તો ઈતિહાસકારોએ તેને ખોટી રીતે વર્ણવ્યો છે.

આ ઘટના વિશે દરેક ભારતીયોએ જાણવુ જરૂરી છે. હજી સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ નથી. પરંતુ હાલ તેના પર કામ ચાલી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.