ઓડ ખાતે ૩૯ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
ઉમરેઠ, ઉમરેઠ તાલુકાના ઓડ ગામે પુજાભાઈ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ (BAPS Swaminarayan) મંદિરના સંત મહંતશ્રીના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કુલ માર્ગ પર શ્રી હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનુ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આણંદ ખેડા જિલ્લાના રાજકીય અગ્રણીઓ સહિત સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને અશોકભાઈ રાવ પરિવારની શ્રી હનુમાનજી પ્રત્યેની આસ્થાની પ્રશંશા કરી હતી. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ માત્ર ૧૦ મહિનામાં ઓડ ખાતે શ્રી હનુમાનજીની પ્રતિમા તૈયાર કરાઈ હતી.
ઉમરેઠની આજુબાજુના જ આર્ટીસ્ટ તેમજ કારીગરો પોતાની મહેનત અને શ્રધ્ધાની દાતા અશોકભાઈ રાવની કલ્પના મુજબ મૂર્તિ તૈયાર કરી હતી. ઓડ ખાતે પ્રતિમા અનાવરણ પ્રસંગે મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા જેઓનો રાવ પરિવારે આભાર વ્યકત કર્યો હતો, કાર્યક્રમનું સંચાલન શ્રી સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.