નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું પરંપરાગત રીતે સ્થાપન કરાયું
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ
(પ્રતિનિધિ)ભરૂચ, છપ્પનિયા દુકાળથી માત્ર ભરૂચમાં ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ ૧૯ વર્ષ બાદ આ વખતે ખાસ બનવા જઈ રહ્યો છે.બે શ્રાવણ માસના સંયોગને લઈ ભરૂચમાં આ વખતે મેઘરાજા એક નહિ પણ બે મહિના મહેમાનગતિ માણશે જેથી ભક્તો દર્શનનો લાભ વધુ લઈ શકશે.
ભરૂચ શહેરના સમસ્ત ભોઈ સમાજ દ્વારા ૨૫૦ વર્ષોથી વધુ પ્રાચીન પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના નર્મદા નદીની માટી લાવી અષાઢી અમાસની રાત્રે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે.આ વર્ષે શ્રાવણ માસ એક મહીનાનો નહીં પણ બે મહીના રહેવાનો છે.એવું માનવામાં આવે છે કે ૧૯ વર્ષ પછી આ અદ્દભુત યોગ બની રહ્યો છે.
ત્યારે ભરૂચ ભોઈ સમાજ દ્વારા આ શુભ સંયોગને ધ્યાને લઈ મેઘરાજાની શ્રદ્ધા,ભકિત ભાવપૂર્વક સુશોભીત શણગાર કરી આ ઉત્સવ મનાવવામાં આવનાર છે. અષાઢી અમાસે નર્મદા નદીની માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની આશરે સાડા પાંચ ફુટ ઉંચી અને
ચાર થી ત્રણ ફુટની પહોળાઈથી માનવ આકૃતિમાં મૂર્તિ?ને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે.મેઘરાજાની પ્રતિમાની વિશેષતા એ છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઈ જ ફરક આવતો નથી
ધ્યાનાકર્ષક માટીની મનમોહક મૂર્તિ તૈયાર કરી તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું.ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિક ભક્તો અધિક તેમજ શ્રાવણ માસમાં મેઘરાજાના દર્શન,પૂજન અને ભજનકીર્તનનો લ્હાવો ૫૫ દિવસ સુધી લઈ શકશે.જેથી શ્રાવણ મહિનો ખુબ જ ખાસ માનવામાં આવે છે
તેમ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેશ જાદવે જણાવ્યું હતું. શ્રાવણ માસના સાતમ,આઠમ,નોમ અને દશમ આમ ચાર દિવસ દરમ્યાન માત્ર ભરૂચ જ નહિ પરંતુ ગુજરાતભરના હજારો ભક્તો ભક્તિ ભાવપૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે મેઘમેળા આવતા હોય છે.