નિશા કુમારીએ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વડોદરાના પ્રથમ પર્વતારોહી તરીકે ઇતિહાસ રચ્યો
આરઆર કાબેલએ નિશા કુમારીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા
વડોદરા, સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી વાયર અને કેબલ્સ કંપની આરઆર કાબેલએ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વડોદરાના પ્રથમ પર્વતારોહી નિશા કુમારીની સિદ્ધિનું ગૌરવપૂર્વક સેલિબ્રેશન કર્યુ.
નિશા કુમારીની સફર છોકરીઓને પ્રેરિત કરનાર અને તેમના દ્રઢ સંકલ્પ અને મિશનને પ્રકાશિત કરે છે કે કોઇપણ વ્યક્તિ તેમના મનમાં નક્કી કરેલું કંઈપણ પ્રાપ્ત કરી શકે છે.
નિશા કુમારીએ ઇન્ડસ્ટ્રીયલ મેથેમેટિક્સના સ્પેશ્યલાઇઝેશન સાથે MSC મેથેમેટિક્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે, શરૂઆતમાં તેમની ડિફેન્સ ફોર્સમાં જોડાવાની ઇચ્છા હતી. જો કે તેમના માર્ગે એક અલગ જ વળાંક લઇ લીધો અને તેઓએ તેમના એક લક્ષ્યનો પીછો કરવાનું નક્કી કર્યું જે આખા દેશમાં છોકરીઓને પ્રોત્સાહિત અને સશકત બનાવશે.
માઉન્ટ એવરેસ્ટના શિખર પરના કઠિન ચઢાણ માટે પોતાને તૈયાર કરવા માટે નિશાએ જીવનના ઘણા વર્ષો અઘરી શારીરિક તાલીમ માટે સમર્પિત કરી દીધા હતા. જેમકે દોડવું, ફંકશનલ ટ્રેનિંગ સહિતની અન્ય વિવિધ કસરતો સામેલ હતી.
વિશ્વના સૌથી ઊંચા શિખરને ફતેહ કરવાની તેણીની યાત્રા અનેક પડકારોથી ભરેલી હતી. નિશાને તેમની તૈયારી દરમિયાન નાણાંકીય સંઘર્ષોનો સામનો કરવો પડ્યો, કારણ કે સમગ્ર અભિયાન માટે રૂ.46 લાખના નોંધપાત્ર રોકાણની જરૂર હતી. આ નિર્ણાયક સમયે જ આરઆર કાબેલ સ્પોન્સર તરીકે આગળ આવ્યા, તેમણે ટેકો આપ્યો અને નિશાને તેમના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરી.
નિશાએ પોતાના પડકારજનક ચઢાણ દરમિયાન કઠિન વિસ્તારો, મોટી મુશ્કેલીઓ અને અણધારી હવામાન પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. પોતાના દ્રઢ સંકલ્પ અને પરિવાર તેમજ શુભેચ્છકોના સમર્થનથી નિશા નીડર થઇ આગળ વધી.
આખરે લગભગ 45 દિવસની દ્રઢતા અને અતૂટ સમર્પણ બાદ નિશા કુમારી વિજયી થઇને માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચી. આરઆર કાબેલના ધ્વજની સાથે ભારતીય ધ્વજ ઊંચો રાખીને તેણીએ માત્ર વ્યક્તિગત સિદ્ધિ જ નહીં પરંતુ કંપની દ્વારા પ્રમોટ કરાયેલ મહિલા સશક્તિકરણ અને સલામતીની ભાવનાનું પણ પ્રતિનિધિત્વ કર્યું.
સુશ્રી નિશા કુમારી એ આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ ખુશી વ્યકત કરતા કહ્યું કે “માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાની મારી સમગ્ર સફર દરમિયાન મને સમર્થન આપવા માટે હું આરઆર કાબેલની અત્યંત આભારી છું. તેમની સ્પોન્સરશિપથી માત્ર મારું સ્વપ્ન જ શક્ય બન્યું નથી, પરંતુ સલામતી અને સશક્તિકરણના મૂલ્યોને પણ મજબૂત બનાવ્યા છે.
આરઆર કાબેલ અને હું બંને જેને પ્રિય માનીએ છીએ. તેઓનો મારા પર વિશ્વાસની સાથે, હું નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં અને દરેક જગ્યાએ છોકરીઓને પ્રેરિત કરવામાં સક્ષમ બની.”
નિશા કુમારીની જીત દરેક જગ્યાએ યુવાન છોકરીઓ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, જે સાબિત કરે છે કે દ્રઢ પ્રતિબદ્ધતા સાથે તેઓ કોઈપણ અવરોધને પાર કરી શકે છે અને મહાનતા પ્રાપ્ત કરી શકે છે.