અમદાવાદમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો વકર્યો: ૧૬ દિવસમાં 1000 કેસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી, કમળો, કોલેરા ચીકનગુનીયાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. મ્યુનિ. કોર્પો. દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ખાસ ટ્રીગર ઈવેન્ટ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળે રૂબરૂ જઈ અવેરનેસ કાર્યક્રમ પણ કરવામાં આવી રહયા છે. તેમ છતાં રોગચાળો નિયંત્રણમાં આવી રહયો નથી. શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના ર૦, કમળાના ૪૯, અને ઝાડા ઉલ્ટીના રપ૦ જેટલા કેસ બહાર આવતા તંત્ર દોડતુ થયું છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છસ્ઝ્રને ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં નિકોલમાં કોહિનૂર બિઝનેસ હબને ‘સીલ’ કરાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ ૪૭૮ એકમનું ચેકિંગ કરીને ૨૪૭ એકમોને નોટિસ અપાઈ છે અને રૂ. ૧૦.૯૨ લાખનો દંડ વસૂલ કરાયો છે. શહેરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ પૂર્વ ઝોનમાં પ૩ અને દક્ષિણ ઝોનમાં પર કન્ફર્મ થયા છે. જયારે વોર્ડ મુજબ જાેવામાં આવે તો રામોલ – હાથીજણમાં રપ, બહેરામપુરામાં ૧પ, વટવામાં ૧૦ અને લાંભામાં ર૦ કેસ કન્ફર્મ થયા છે.
પાછલા ત્રણ વર્ષોની સરખામણીએ ચાલુ વરસે ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. આજ સમયગાળા દરમિયાન ર૦૧૯માં ડેન્ગ્યુના ર૦૬, ર૦ર૦માં ર૦ર, ર૦ર૧માં ૧૭ર, અને ર૦રરમાં ૧ર૭ કેસ નોંધાયા હતાં જેની સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ ર૦૯ કેસ અને એક મરણ નોંધાયું છે.
ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રિન્સિપલ કોર્પોરેશનના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરી ના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ડેન્ગ્યુના ૨૯ અને મેલેરિયાના ૧૪ કેસો નોંધાયા છે. કોર્પોરેશનની મિલકતો અને સ્કૂલો તેમજ શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે.
અમદાવાદમાં જુલાઈ માસ દરમિયાન પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે વરસાદી સીઝન દરમિયાન પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટ્રિગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.
શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.