Western Times News

Gujarati News

ઓલા-ઉબેરના 31 વાહનો ઝડપી નિયમ ભંગ બદલ દંડ કરાયો

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજયમાં છેલ્લા કેટલાક સમયથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર કેબ સર્વીસ મોટાપાયે ચાલી રહી છે, પરંતુ તેમના દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડ લાઈનનું પાલન કરાતું નહી હોવાની બુમ અગાઉ પણ ઉઠી હતી.

છેવટે અમદાવાદ આરટીઓ દ્વારા મોડે મોડે આ મામલે ઓલા, ઉબેર,રેપીડો જેવી ટેક્ષી સર્વીસ આપતી એજન્સીઓ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈનનું પાલન નહી કરતી હોવાથી ૩૧ વાહનોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ટેક્ષી કેબ સર્વીસ સામે ભાડુ વસુલવાના અલગ અલગ દર અંગે ફરીયાદો ગ્રાહકો દ્વારા થતી રહે છે.

મુસાફરીના અંતર પ્રમાણે કેટલું ભાડું વસુલવું તેના ફેર મીટર ટેક્ષીમાં હોતા નથી. અલગ અલગ કંપનીના ભાડામાં સમાનતા નથીથ. ટેક્ષીમાં મહીલાઓ મુશ્કેલીમાં મુકાય ત્યારે ઉપયોગમાં લઈ શકે તેવું પેનીક બટન પણ હોતું નથી. એપ બેઝડ થી ભાડુ નકકી કરવાની સત્તા ટ્રાન્સપોર્ટ ઓથોરીટીીને છે અને તે મુજબ કેટલું ભાડું લેવવું તેનું જાહેરનામં ગ્રાહકને જાણકારી મળે તે રીતે વાહન વ્યવહાર વિભાગે જાહેર કરવું જાેઈએ.

ગુજરાત સ્ટેટ ઓન ડીમાન્ડ ટ્રાન્સપોર્ટર એગ્રીગેટર-રૂલ્સ ર૦૧૯ મુજબ લઘુુત્તમ ભાડાના ચાર ગણાથી વધુ વસુલાત ન કરી શકાય તો આરટીઓ તંત્રએ કયા અંતર માટે કેટલું ભાડું લેવું જાેઈએ તેની ગ્રાહકોને કેવી રીતે જાણકારી પુરી પાડી છે. તે પણ સવાલ જાણકારો દ્વારા ઉઠાવાયો છે.

ટેક્ષીના ડીસ્પ્લે બોર્ડ પર ટેક્ષી પરમીટ અને ડ્રાઈવર વિશે જરૂરી માહિતી હોવી જાેઈએ તેનો પણ પુરો અમલ કરાતો નથી. તે સહીત ગાઈડ લાઈનનો ભંગ થઈ રહયાના સવાલ ઉઠયા હતા.તેમાં છેવટે અમદાવાદ આરટીઓઅ તંત્રએ જાગીને મોટર વ્હીકલ એગ્રેટર ગાઈડલાઈનનો ભંગ કરનારા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

મોટર વાહન નીરીક્ષકોની ટીમ દ્વારા ડ્રાઈવ યોજી ૩૧ વાહનોને પકડી ૧૭ જુલાઈ સુધીમાં ૧,પ૪,૦૦૦ સુધીનો દંડ કરવામાં આવ્વયો છે. પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીના અધિકારી ઋતુરાજ દેસાઈના જણાવ્યા અનુસાર આ પ્રકારની ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.