Western Times News

Gujarati News

દિવ્યાંગ માતાના દીકરાએ મધર વિષય પર અંગ્રેજીમાં સ્પીચ આપીને ટ્રોફી મેળવી

ખડોલ ગામના બાળકે ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ ૨૦૨૩માં સન્માનપત્ર પ્રાપ્ત કર્યું

(પ્રતિનિધિ) બાયડ, વડોદરા ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ ૨૦૨૩ માં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલના મૂળ વતની અને દિવ્યાંગ માતાના દીકરા પુરવકુમાર પિયુષભાઈએ મધર વિષય પર અંગ્રેજીમાં સ્પીચ આપીને ટ્રોફી તથા સન્માન પત્ર મેળવી ગૌરવ હાંસલ કર્યું છે.

બાયડની તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ ૩ માં અભ્યાસ કરતા પૂર્વકુમાર પિયુષભાઈએ પંડિત દિનદયાલ હોલ વડોદરા ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ ઉત્સવ પેલેન્ટ એવોર્ડ ૨૦૨૩ માં મધર વિષય પર અંગ્રેજીમાં સ્પીચ આપીને સન્માનપત્ર તથા ટ્રોફી મેળવવા હકદાર બન્યા છે

આ કાર્યક્રમમાં અનેક નામી અનામી કલાકારોએ ભાગ લીધો હતો ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ ૨૦૨૩ માં અરવલ્લી જિલ્લાનું ગૌરવ બનનાર પુરવકુમારે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યોજાવા જાેઈએ જેથી અમારા જેવા નાના બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી ટેલેન્ટ બતાવીને પોતાના ભવિષ્યનો રાહ નક્કી કરવાનો મોકો મળે.

વડોદરામાં ટેલેન્ટ બતાવીને ટ્રોફીથી સન્માનિત થયેલા પુરવકુમારને સમગ્ર સમાજે અને શાળા પરિવારે અભિનંદન પાઠવતાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.