કર્ણાટકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ગઠબંધન થાય તેવી સંભાવના !
બેંગ્લુરૂ, મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવ્યા પછી કોંગ્રેસની નજર હવે કર્ણાટક પેટાચૂંટણી પર છે. કર્ણાટકમાં કોંગ્રેસે સંકેત આપ્યો છે કે પાંચ ડિસેમ્બર યોજાનાર પેટાચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને બહુમતિથી દૂર રાખવા માટે એકવાર ફરી જેડીએસ સાથે ગઠબંધન કરી શકે છે.
કોંગ્રેસ દ્વારા મળતી જાણકારી મુજબ એકવાર ફરી જેડીએસની સાથે ગઠબંધન કરવાની વિરુધ્ધમાં નથી. જ્યારે બીજી તરફ જેડીએસના નેતા અગાઉથી જ સંકેત આપી ચૂકયાં છે કે પાર્ટી આવી સંભાવના માટે તૈયાર છે, પરંતુ જેડીએસ સંસ્થાપક એચ ડી દેવગોડાએ આપેલા વિરોધાભાસી નિવેદનથી લાગુ રહ્યું છે કે આ મુદ્દાઓ પર સ્થાનિક પાર્ટીઓનું વલણ સ્પષ્ટ નથી.
આ અંગે દેવગોડાએ જણાવ્યું હતું કે સરકાર કેમ પડશે.. યેદિયુરપ્પા પાસે ૧૦૫ ધારાસભ્ય છે.
સરકાર બનાવવા માટે કોંગ્રેસ-જેડીએસને એકસાથે આવવું એક સવાલ છે. જો કે બીજી તરફ પેટાચૂંટણી પછી રાજકીય ફેરફાર જોવા મળી શકે થે તેવા પોતાના નિવેદન પર કુમારસ્વામીએ કહ્યું તે કોઇ અતિશ્યોક્તિવાળું નિવેદન નથી અને તે અંગે કોઇ શંકા ન હોવી જોઇએ. જો કે જ્યારે પેટાચૂંટણીના પરીણામ બાદ તમે કિંગમેકર હશો તો કહ્યું આ ૧૫ પેટાચૂંટણીના મતદારો કિંગમેકર છે, હું નહીં. જે ૧૫ બેઠક પર પેટાચૂંટણી યોજાય રહી છે તેમાં ૧૨ કોંગ્રેસ અને ૩ જેડી(એસ) પાસે હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પેટાચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ફરી ગઠબંધન થઇ શકે છે તેના જવાબમાં કહ્યું કે આ પ્રકારની વાતચીતનું કોઇ મહત્વ નથી. આ ૧૫ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત થશે.