Western Times News

Gujarati News

ગીર સોમનાથમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર

ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા

સોમનાથ, રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઇ છે. ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ વચ્ચે સોનારિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. રસ્તા જળમગ્ન થયા છે. મેઘરાજાએ કરેલી ધમારેદાર બેટિંગથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથ વેરાવળના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. Heavy rains in Gir Somnath

આવાસ યોજના વિસ્તાર, બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી બાયપાસ, શિવજી નગર, હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. શેરીઓમાં પાણીની નદીઓ વહી રહી છે. ગીર સોમનાથમાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવ્યો છે. ગઇકાલે વરસેલા ધોધમાર વરસાદથી હિરણ નદી તોફાની બની છે.

સોમનાથ- કોડિનાર રોડ પર નદીમાં પાણીના તીવ્ર પ્રવાહ વહેતો થયો હતો. નદીના જળસ્તરમાં વધારો થતા શિતળા માતાના મંદિર તરફના માર્ગમાં પાણી ભરાયા હતા. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ થયો છે. સોનારિયા ગામ નજીક સરસ્વતી નદીના પાણી ફરી વળતા બંધ થયો છે. જ્યારે સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે.

વાવડી નજીક રોડ પર પાણી ફરી વળતા બંધ થયો છે. ગીરસોમનાથમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અનરાધાર વરસાદ બાદ વેરાવળ નજીક બાદલપરા ગામમાં બ્રીજ પર સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા હતા. ગીરના જંગલમાં અનરાધાર વરસાદ વરસતા રસ્તા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે. સોસાયટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. શેરીઓમાં પાણીની નદીઓ વહી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.