Western Times News

Gujarati News

આ રીતે મળશે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને વાર્ષિક 1.25 લાખની શિષ્યવૃત્તિ

OBC EBC DNT Scholarship

ધોરણ ૯ થી ૧૨માં શિષ્યવૃત્તિ અંગેની યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ માટે  તા.૧૦ ઓગષ્ટ સુધી  NTA Portal પર અરજી કરવાની રહેશે 

NTA દ્વારા આગામી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ પરીક્ષા યોજાશે

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે National Testing Agency (NTA) દ્વારા તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજાનાર છે.

આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ આગામી તા.૧૦ ઓગષ્ટ -૨૦૨૩ સુધીમાં NTA Portal પરની https://yet.nta.ac.in  વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)) Umbrella Scheme હેઠળની Top Class School Education for OBC, EBC and DNT Students યોજના વર્ષ :૨૦૨૨-૨૩થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજવામાં આવનાર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા/સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી.  આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોય તેવા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની

શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધી અને ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in  વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વધુમાં કોઇપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જો આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે તેમ, નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.