ગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા લોકો હવામાં 25 ફૂટ ફંગોળાયા
ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત
મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો, ત્યાં ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે લોકોના ટોળા જમા થઈ ગયા હતા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં જેગુઆર કાર ચાલકે બ્રિજ પર ઉભેલા ટોળા પર ગાડી ફેરવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અમદાવાદના જાણિતા બિલ્ડરનો દીકરો હોવાની માહિતી મળી રહી છે. અહીં પહેલાથી જ એક અકસ્માત સર્જાયો હતો તેને જાેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. Ahmedabad ISKCON Bridge Horrible Accident
આ દરમિયાન પૂર ઝડપે જેગુઆર ગાડી આવી અને ૯ લોકોને કાળ બની ભરખી ગઈ હતી. બીજી બાજુ ગાડીની એરબેગ પણ ફાટી ગઈ હતી. જેથી કરીને લોકોમાં અફરા તફરી સર્જાઈ ગઈ હતી. ઈસ્કોન બ્રિજ પર કાચના ટૂકડાઓ ગાડીનો કૂરચો બોલી ગયો છે. ૯માંથી ૨ પોલીસ કર્મીના પણ મોત થઈ ગયા છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ નબીરો 150થી વધુની સ્પીડ સાથે ગાડી ચલાવી રહ્યો હતો. મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ત્યાં ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે લોકોના ટોળા જમા થઈ ગયા હતા.
સુરેન્દ્રનગરથી અભ્યાસ માટે અમદાવાદ આવેલા ૨ વિદ્યાર્થીઓ સહિત હોમગાર્ડ અને કોન્સ્ટેબલ પણ અહીં હાજર હતા. ત્યારે મોડી રાત્રે પૂર ઝડપે ૧૮૦થી વધુની સ્પિડ પર આવી રહેલી જેગુઆર ગાડીએ અકસ્માત પાસે ઉભેલા ટોળાને ફંગોળ્યું હતું. આ ગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા બધા લોકો હવામાં ફંગોળાઈ ૨૫થી ૩૦ ફૂટ દૂર પડ્યા હતા.
કોઈ ફિલ્મ જેલા દ્રશ્યો સર્જાયા હોય તેવો ભયાનક માહોલ ઉભો થયો હતો. આ જેગુઆર ગાડીએ જેવી રીતે ટોળાને ફંગોળ્યું એમાં ૨ પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા. જાેતજાેતામાં ઘટનાસ્થળ પર જ ૬ લોકોએ પોતાોન જીવ ગુમાવી દીધો હતો. જ્યારે અન્ય ૩ લોકોને સારવાર અર્થે ખસેડાયા ત્યારે મૃત્યુ પામ્યા હતા.
બીજીબાજુ આ જેગુઆર ગાડીની એરબેગ ફાટી નીકળી હતી જેમાં પોલીસ તપાસમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદના જાણિતા બિલ્ડરનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી કરીને તેને સારવાર માટે સીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
ઈસ્કોન બ્રિજ અકસ્માતઃ 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ? ટ્રાફિક પોલીસ DCP નીતા દેસાઈનું નિવેદન#ahmedabadaccident #GujaratPolice #IskconBridgeAccident #GTvideo pic.twitter.com/Stlo07UTw9
— Gujarat Tak (@GujaratTak) July 20, 2023
ઈસ્કોન બ્રિજ પર પહેલા જ એક અકસ્માત થયો હતો જેને જાેવા માટે લોકોની ભીડ ઉમટી હતી. તેમાં ૯ લોકોને યુવકે જેગુઆર ગાડીથી કચડી નાખ્યા હતા. જાેતજાેતમાં આ તમામ લોકોના મોત નીપજ્યા હતા.
ઈસ્કોન બ્રિજ પર ૨ પોલીસ અધિકારીને પણ હવામાં ફંગોળ્યા હોવાથી તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાજુ ૧૦૮ને તાત્કાલિક ફોન કરી દેવાયો હતો અને જાેતજાેતમાં લોકોને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.