લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં બેના મોત
અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
સુરેન્દ્રનગર, અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલી અકસ્માની ઘટનામાં ૯ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાએ રૂંવાડા ઉભા કરી દીધા છે ત્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.
એક વાહનની પાછળ કાર અથડાવાની ઘટનામાં બેના મોત થવાની ઘટના સામે આવી છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર બનેલી કાર અકસ્માતની ઘટના ચોરણીયા ગામના પાટીયા પાસે બની હતી,
કાર અન્ય વાહનના પાછળ અથડાતા હાઈવે પર ધડાકા જેવો અવાજ થયો હતો. આ પછી ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા બે લોકોને સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
બનાવની જાણ થતા લીંબડી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું કારણ અને ઘટના માટે કોણ જવાબદાર છે તે અંગેની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ પોલીસ દ્વારા બનાવનું કારણ જાણવા માટે પૂછપરછ કરવામાં આવી શકે છે.