Western Times News

Gujarati News

સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી ગયું વેણુ નદીનું પાણી

જામજાેધપુર અને લાલપુરમાં ભારે વરસાદને પગલે લોકો ભારે હાલાકીમાં મૂકાઈ ગયા છે, રસ્તાઓ નદીઓ બની ગયા છે-રાજાશાહી વખતનો પુલ તૂટ્યો

સિદસર,  સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. જામનગર જિલ્લાના જામજાેધપુર અને લાલપુર જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના સિદસરમાં વેણુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. નદીના પાણી સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી જતા ખોફનાક સ્થિતિ સર્જાઈ હતી.

એટલું જ નહીં, નદી પર આવેલો રાજાશાહી વખતનો પુલ પણ તૂટીને નદીના વહેણમાં તણાઈ ગયો. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં જામજાેધપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે લાલપુરમાં પણ વરસાદને માઝા મૂકી છે.

લાલપુરમાં તો ઘણી જગ્યાએ વાહનો તણાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામજાેધપુરના સિદસરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. લાલપુરમાં પણ ઢાંઢર નદીના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે એસટી ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સૂત્રાપાડામાં તો મેઘરાજા કહેર બનીને વરસ્યા છે.

આ ઉપરાંત પ્રાચીમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. પ્રાચીમાં આવેલી સરસ્વતી નદી રૌદ્ર બની ગઈ છે. સતત પડી રહેલા વરસાદને પગલે સુત્રાપાડામાં સ્થિતિ ભયનજક બની ગઈ છે. ઘણા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ દમરિયાન રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ, ખેડા, સુરત, ડાંગ અને નવસારી તેમજ તાપીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં ૨૨ જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.