Western Times News

Gujarati News

આણંદના નાપા ખિદમત ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાપા ગામ ના જાગૃત યુવાઓ ના સંગઠન ખિદમત ગ્રુપ દ્વારા ઐતિહાસિક રક્તદાન સીબીર યોજી સાર્થક કરવામાં આવી છે.

નાપા ખાતે યોજાયેલ રક્તદાન શિબિર માં ગામ ના ઉત્સાહી યુવાઓ દ્વારા ઉમળકા ભેર રક્તદાન કરી કુલ ૧૨૦ જેટલા રક્ત યુનિટ એકત્રિત કરી જરૂરમંદ પરિવાર ને મદદરૂપ થવા ની સાથે સાથે થેલેસેમિયા થી પીડાતા દર્દીઓ માટે પડતી રક્ત ની અછત ને પહોંચી વળવાની શપથ લેવામાં આવી.

મહત્વ ની વાત એ છે કે રક્તદાન કેમ્પ માં યુવાઓ ની સાથે સાથે કુલ ૧૫ જેટલી જાગૃત મહિલા રક્તદાતા ઓ એ પણ રક્તદાન કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે ખિદમત ગ્રુપ ના સભ્ય અને ગામના યુવા સરપંચ સાલીમ કાજી એ ખડેપગે ઉભા રહી યુવાઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

પ્રોગ્રામ ને સફળ બનાવવા ખિદમત ગ્રુપ ના સભ્યો હજરત બિલાલ,વાહીદ કાજી,મોઇનખાન, વસીમ રાજા(જાેલી),શોએબ કાજી તેમજ ગામના વડીલો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે આયત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.આણંદ દ્વારા ખિદમત ગ્રુપ નાપા ની ટીમને બેસ્ટ પરફોર્મન્સ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

યુવાઓના દેશ સેવા ના આ પ્રસંગમાં ઇન્દુ બ્લડ બેન્ક ના ડો.અર્પિત પટેલ અને આયત હોસ્પિટલ ના મેનેજિંગ ડિરેક્ટર ઇમરાનભાઈ ક્લાસિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખિદમત ગ્રુપના પ્રમુખ હઝરત બિલાલ દ્વારા રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.