Western Times News

Gujarati News

અમારું બધુ બાળી મૂક્યું અને અમને મેઈન રોડ પર ઢસડીને લઈ ગયા હતા

ઈમ્ફાલ, મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને જાહેરમાં રસ્તાઓ પર ફેરવ્યા બાદ ખેતરમાં ગેંગરેપની ઘટનાથી આખો દેશ હતપ્રત છે. જેને અરાજકતાની પરાકાષ્ઠા માનવામાં આવી રહી છે. જાતિય હિંસા શરૂ થયાના એક દિવસ બાદ ૪મેના રોજ થયેલી આ ઘટનાની જાણ દેશને બે દિવસ પહેલા લાગી જ્યારે મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ ખતમ થયા બાદ શર્મસાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. We were burnt and taken to the main road

સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી આ ઘટના પર ચારેબાજુ આક્રોશ જાેવા મળી રહ્યો છે. હવે આ ઘટનાની એક પીડિતા સામે આવી છે. ૪૨ વર્ષની ઉંમરમાં પોતાના જીવનની સૌથી ખૌફનાક પળ ગુજારનારી પીડિતા હજુ સુધી ટ્રોમામાં છે. હાલ ચુરાચંદપુરના રેફ્યૂજી કેમ્પમાં રહેતી પીડિતાએ પોતાની સાથે ઘટેલી તે દર્દનાક પળોની ધ્રુજાવી દેતી હોરર સ્ટોરી મીડિયા સાથે શેર કરી છે. તેણે જણાવ્યું કે ભીડે કેવી રીતે તેની અને અન્ય પીડિતા સાથે અત્યાચાર કર્યો અને કેવી રીતે સુરક્ષાના વચનો આપતી પોલીસે મોઢું ફેરવી લીધુ હતું. પીડિતા સાથે ઘટેલી પળોને જાણીને કદાચ તમે પણ અંદર સુધી હચમચી જશો.

પીડિતાએ જણાવ્યું કે તેના ગામ પર ૩જી મેના રોજ મૈતેઈ સમુદાયના કેટલાક લોકોએ હુમલો કર્યો. તે દિવસે મણિપુરમાં મૈતેઈ સમુદાયને જી્‌ દરજ્જાે આપવા માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ઠેર ઠેર રેલી કાઢી હતી અને ત્યારબાદ જાતીય હિંસા ભડકી હતી. પીડિતાના જણાવ્યાં મુજબ મૈતેઈ લોકોએ પહેલા પાડોશના ગામ પર હુમલો કર્યો અને ઘર બાળી મૂક્યા. તેની જાણકારી મળતા તેઓ તેમના પાડોશીઓ સાથે જંગલમાં ભાગીને છૂપાઈ.

બીજા દિવસે તેણે તેના ૪ બાળકોને એક નાગા ગામમાં બનેલા શેલ્ટરમાં મોકલી દીધા. જે કાંગપોકપી જિલ્લામાં તેમના ગામથી વધુ દૂર નહતા. ત્યારબાદ તે તેના પતિ અને આઠ લોકો સાથે જંગલમાં છૂપાઈ ગઈ. પરંતુ મૈતેઈ ભીડે તેમને દબોચી લીધા. પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે તેને અને વાયરલ વીડિયોમાં જાેવા મળી રહેલી અન્ય એક મહિલાને બાકી લોકોથી અલગ કરી દીધા. ત્યારબાદ તેમણે અન્ય પીડિતાના ભાઈ અને પિતાની સાથે મેઈન રોડ પર લાવવામાં આવ્યા.

પીડિતાએ કહ્યું કે ભીડે અમારું બધુ બાળી મૂક્યું અને અમને મેઈન રોડ પર ઢસડીને લઈ ગયા. તેમણે અમને મુક્કા માર્યા. કિક મારી અને બાહોમાં દબોચી લીધી. એક માણસે અમારા ઉપરના તમામ કપડાં ફાડી નાખ્યા અને અમારા સ્તન પકડી લીધા.

પીડિતાએ જણાવ્યું કે બીજી યુવતી અને તેના નાના ભાઈએ મેઈન રોડ પર ઊભેલી પોલીસ જીપમાં ઘૂસીને બચવાની કોશિશ કરી પરંતુ ભીડે તેમને ત્યાંથી પણ ખેચી લીધા. જીપમાં બે પોલીસકર્મી અને એક ડ્રાઈવર હતા. પરંતુ તેમણે આ ઘટનાથી મોઢું ફેરવી લીધુ. પોલીસકર્મીોએ ભીડને ‘ફ્રી હેન્ડ’ આપી દીધો.

પીડિતાએ કહ્યું કે પોલીસકર્મીઓએ ફ્રી હેન્ડ આપ્યા બાદ મૈતેઈ ભીડ વધુ ઉગ્ર બની અને તેમણે બીજી પીડિતાના પિતા અને ભાઈને ગુસ્સામાં મારવાનું શરૂ કરી દીધુ. તેમને એટલા માર્યા કે તેમના મોત થઈ ગયા. ત્યારબાદ તેમના મૃતદેહોને નાળામાં ફેંકી દીધા.

પીડિતાએ જણાવ્યું કે હત્યા કર્યા બાદ ભીડમાં સામેલ યુવકોએ અમને બંનેને સંપૂર્ણ નગ્ન થવા પર મજબૂર કર્યા. અમે કપડાં ઉતારવાનો વિરોધ કર્યો તો કહેવાયું કે જાે નહીં ઉતારો તો તમને જાનથી મારી નાખીશું. ત્યારબાદ લોકો અમને ધકેલતા અને ઢસડતા રસ્તા કિનારે ધાનના ખેતરમાં લઈ ગયા.

આ દરમિયાન આ આખી ઘટના ભીડમાં રહેલા લોકો મોબાઈલમાં કેદ કરતા રહ્યા. જે હવે વાયરલ થઈ છે. અમે પોતાને બચાવવા માટે જે પણ કરી શકતા હતા તે કર્યું. મે તેમની પાસે ભીખ માંગી. તેમણે કહ્યું કે હું એક મા છું પરંતુ કોઈને દયા ન આવી.

મણિપુરમાં ૪ મેના રોજ મહિલાઓ સાથે જે અત્યાચાર થયા અને ૭૭ દિવસ બાદ કાર્યવાહી થઈ તે પણ વીડિયો દુનિયા સામે આવ્યા બાદ. પોલીસે અત્યાર સુધીમા માત્ર ૪ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી પણ સામેલ છે.

આથી પોલીસની ભૂમિકા પણ સવાલના ઘેરામાં છે. અઢી મહિના સુધી ત્યાંની સરાકરે પણ કશું કર્યું નહીં? આ બધા વચ્ચે મણિપુરના રાજ્યપાલે ડીજીપીને તલબ કર્યા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. રાજ્યપાલ અનસુઈયા ઉઈકેએ કહ્યું કે મે કહ્યું કે જેટલું જલદી બની શકે તેટલું જલદી આરોપીઓએ જે પ્રકારનું દુષ્કર્મ કર્યું છે તેમની ધરપકડ કરો અને કડકમાં કડક સજા કરો. જે પોલીસ મથક હદમાં ૪ મેના રોજ આ ઘટના ઘટી હતી અને ૧૮ ના રોજ રિપોર્ટ થયો હતો તો હજુ સુધી પોલીસે કેમ તપાસ કરીને આરોપીઓની ધરપકડ ન કરી? આ ખુબ જ દુખદ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.