૨૪ મ્યુનિ. શાળામાં રિપેરિંગનો ધમધમાટ ચાલુ
અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કોર્પારેેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો સ્માર્ટ સ્કૂલ સહિતની અનેક પ્રકારની સુવિધાઓ હવે અપાઈ રહી છે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત આ શાળાઓમાં ભણતાં બાળકોની શૈક્ષણિક કારકિર્દીને ઉપર લાવવા માટે કરાતા પ્રયાસોને હવે સફળતા મળી રહી હોવાથી દર વર્ષે ખાનગી શાળાઓ છોડીને અનેક વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. મ્યુનિસિપલ શાળાઓનાં બાળકોને જર્જરિત શાળાઓથી રાહત મળે તે દિશામાં પણ તંત્ર ગંભીર બન્યું છે, જેના કારણે હવે છેલ્લી ૨૪ શાળાઓમાં નાના-મોટા રિપેરિંગના કામ થઇ રહ્યાં છે, જે લગભગ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે.
મ્યુનિસિપલ શાળામાં આશરે ૧.૬૫ લાખ બાળકો ધોરણ-૧થી ૮ સુધીનું શિક્ષણ મેળવી રહ્યાં છે. ૪૪૯ શાળામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજી માધ્યમમાં બાળકોનો અભ્યાસ ચાલે છે. તાજેતરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પર સત્તાધીશોએ વધુ ભાર મૂકતાં ૫૫ શાળાઓ શહેરમાં ધમધમતી થઈ છે.
મ્યુનિસિપલ શાળાઓમાં બારી-ારણાનું રિપેરિંગ છતમાંથી પાણીનું લીકેજ, સેનિટેશનના નાનાં-મોટા રિપેરિંગ, પ્લાસ્ટર કે ફ્લોરિંગના પ્રશ્નો વગેરે બાબતોથી લગભગ ૧૯૦ શાળામાં રિપેરિંગ કામ અનિવાર્યરૂપ બન્યું હતું. જાેકે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને તાજેતરમાં સંપન્ન થયેલા ઉનાળુ વેકેશન દરમિયાન આ તમામ ૧૯૦ શાળાઓમાં ઝડપભેર રિપેરિંગ કામ શરૂ કરવાની જે તે વિભાગના ઇજનેર વિભાગને સૂચના આપી હતી.
જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલનમાં રહીને જે તે ઝોનના ઇજનેર વિભાગે મોટા ભાગની શાળાઓનું રિપેરિંગ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરી દીધું હતું તેવું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ જણાવે છે.
તાજેતરમાં પશ્ચિમ ઝોનની એલિસબ્રિજ ગુજરાતી શાળા નં.૨૨,
એલિસબ્રિજ ગુજરાતી શાળા નં.૨૬, વાડજ ગુજરાતી શાળા નં.૧, નવા વાડજ ગુજરાતી શાળા નં.૩ અને ચેનપુર પ્રાથમિક શાળા, મધ્ય ઝોનમાં ખાડિયા ગુજરાતી શાળા નં.૧૪, પ્રીતમપુરા ગુજરાતી શાળા નં.૧૧, શાહપુર ગુજરાતી શાળા નં.૫-૬, દક્ષિણ ઝોનમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા નં.૮, દક્ષિણ ઝોનમાં બહેરામપુરા ગુજરાતી શાળા નં.૨,
વટવા ગુજરાતી શાળા નં.૪, વટવા ગુજરાતી શાળા નં.૧, નારોલ ગુજરાતી શાળા નં.૧ અને ખોખરા મરાઠી શાળા નં.૩ તેમજ ઉત્તર ઝોનમાં નરોડા ગુજરાતી શાળા નં.૧, નરોડા ગુજરાતી શાળા નં.૨ અને કૃષ્ણનગર હિન્દી શાળા નં.૧ અને ૨૦ મ્યુનિસિપલ શાળાઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરી લેવાયું છે.
હાલમાં કુલ ૨૪ શાળામાં રિપેરિંગ કામ ચાલુ હોવાથી સૌથી વધુ દક્ષિણ ઝોનની છ શાળા, દક્ષિમ પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનની ચાર-ચાર સાળા, ઉત્તર પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના ત્રણ-ત્રણ શાળા તથા પશ્ચિમ ઝોન તેમજ પૂર્વ ઝોનમાં બે-બે શાળાઓનાં નાનાં-મોટાં રિપેરિંગ કામ પ્રગતિ હેઠળ છે. આ તમામ કાર્યાે આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી લેવાશે તેવું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ કહે છે.