Western Times News

Gujarati News

ડર-લાલચ અને આળસથી સાયબર ક્રાઈમના બનાવો બની રહ્યા છે

શામળાજી કોલેજમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો-મહિલાઓ સંવેદનશીલ હોવાથી વધુ ભોગ બને છે

શામળાજી, શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજીમાં કાર્યરત એન.એસ.એસ. યુનિટ દ્વારા સાઈબર ક્રાઈમ રેન્જ, ગાંધીનગર સાથે મળીને સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષસ્થાને પી.એન. ધાંધલીયા મેમ

(ઈન્ચાર્જ પી.આઈ. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વી.એલ. જાડેજા (વાયરલેસ પી.એસ.આઈ) એચ.એલ. સરવૈયા (ટેકનિકલ ઓપરેટર પી.એસ.આઈ) એ.યુ. ઠાકોર (એ.એસઆઈ ટેકનિકલ ઓપરેટર)આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિ. ડો.એ.કે. પટેલે મહેમાનોને આવકાર્યા હતા. વી.એલ. જાડેજાએ સાયબર ક્રાઈમ અને એનાથી જાગૃત થવા માટેની ભુમિકા બાંધી આપી હતી ત્યારબાદ પી.એન. ધાંધલીયા મેડમે

અધ્યક્ષસ્થાનેથી સાઈબર ક્રાઈમ અંગે સમજ આપતા કહ્યુ કે જાે તમે સૌ મોબાઈલ વપરાશ કરો છો તો ક્યાંકને ક્યાંક સાયબર ક્રાઈમનો ભોગ બનો છો. સાયબર ક્રાઈમ વિશે જાગૃતતા આવે અને ખાસ કરીને મહિલાઓ સંવેદનશીલ હોવાના કારણે તેઓ સૌથી વધુ ભોગ બનતી હોય છે.

સાયબર ક્રાઈમ થવા માટેના ત્રણ પરિબળોમાં તેમણે ડર, લાલચ અને આળસને ગણાવ્યા હતા તેમજ સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય એ વિશે માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન પ્રિ. ડો.એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ભરત પટેલ અને ડો. જાગૃતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.