ઉપલેટાનું ગઢાળા ૧ર દિવસથી સંપર્ક વિહોણું

પ્રતિકાત્મક
ત્રણેય નદી વહેતી હોવાથી તેમજ ક્રોઝ-વે પાણીમાં ગરક હોવાથી તમામ રસ્તા બંધ
ઉપલેટા, ઉપલેટા શહેર અને મોજ ડેમ સાઈટ ઉપર છેલ્લા ૧ર કે ૧પ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના પગલે તાલુકામાં આવેલ મોજ ડેમ પહેલા જ રાઉન્ડમાં ઓવરફલો થઈ જતા ડેમના પાટિયા ખોલવાની ફરજ પડી હતી ડેમના પાટીયા ખોલવાથી મોજ નદીમાં પુર આવ્યું.
મોજ ડેમ સાઈટ વિસ્તારમાં આવતા ગઢાડા ગામે જવા માટેનો રસ્તો કોઝ વે આ નદીમાંથી પસાર થાય છે ડેમ સાઈટથી માત્ર ૧૦૦૦ મીટરના અંતરે આવેલા છ નદીમાં પુર હોવાને કારણે છેલ્લા ૧ર દિવસથી ક્રોઝ વે નદીમાં ગરકાવ થઈ ગયા છે તેના પગલે લોકો તેમજ વિદ્યાર્થીઓ પોતાના ગામેથી તાલુકા મથકે પહોંચી શકતા નથી તમામ વ્યવહારો ખોરવાઈ ગયા છે.
ઓછા વરસાદમાં લોકો ૧ર કે ૧પ કિ.મી. ફરીને તાલુકા મથકે પહોંચતા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિએ આજના દિવસે મોજ, વેણુ ર અને ભાદર નદી ત્રણેય નદી વહેતી હોવાથી ગઢાડાથી ઉપલેટા આવવાના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા ગામ લોકો છેલ્લા બાર કે પંદર દિવસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.