લો બોલો !! ત્રણ બાળકોનો પિતા યુવતીને લઈને ભાગી ગયો
વડોદરા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગુરુવારે સતત બીજા દિવસે પણ ભીડ દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો અને એ પછી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ નવો ગુનો લગ્નેત્તર સંબંધનો હતો. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આ કપલને વીજળીના થાંભલા સાથે બાંધ્યું હતું અને પછી માર મારવામાં આવ્યો હતો. father of 3 children fled with the girl
આ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલાં પરબિયા ગામમાં બની હતી. જાે કે, આ ઘટના સોમવારે બની હતી, પરંતુ હવે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.
જે બાદ પોલીસે પણ એક્શન લેતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. જેમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ વ્યક્તિનો નાનો ભાઈ એક છોકરીને લઈને ભાગી ગયો હતો. જે બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેના ભાઈને સજા આપી હતી. આ ઘટના પણ મોરવા હડફ તાલુકામાં આવેલા વડોદર ગામમાં ગયા સોમવારે બની હતી.
તાજેતરની આ ઘટનાની વિગતો એવી છે કે, ગાજીપુર ગામમાં રહેતા ૨૭ વર્ષીય આશિષ બારીયાને વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યો હતો. જે યુવતી સાથે આના લગ્નેત્તર સંબંધ હતા એને પણ બાંધવામાં આવી હતી. એ પછી તેના સાસરીયાઓએ માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આશિષ બારીયા પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. છેલ્લાં બે વર્ષથી તેને લગ્નેત્તર સંબંધ હતા. એક ૨૩ વર્ષીય યુવતી સાથે તેના આ સંબંધ હતા.
એટલું જ નહીં આશિષ બારીયા અને આ યુવતી આ વર્ષે મે મહિનામાં ભાગી પણ ગયા હતા. ભાગીને તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. બારીયાના સાળાએ તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાથી નિવેદન આપવા માટે આવવું પડશે. એ પછી આશિષ બારીયા ગામમાં પાછો પણ આવ્યો હતો અને એ વખતે તેની પ્રેમિકા પણ સાથે હતી. જ્યારે આ લોકો આવ્યા ત્યારે આશિષના સાસરીયાઓ તાક માંડીને જ બેઠા હતા.
તરત જ આશિષ અને તેની પ્રેમિકાને વીજળીના થાંભલા સાથે બાંધી દીધા હતા. ઉશ્કેરાયેલા આ ટોળાએ તેમને માર પણ માર્યો હતો. તેમને પાઠ ભણાવવા માટે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ બનેલી આ બંને ઘટના બાદ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
આખરે આશિષ બારીયાએ આ મામલે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ગુરુવારે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે બારીયાની પત્નીના ચાર ભાઈઓની અટકાયત પણ કરી છે.SS1MS