Western Times News

Gujarati News

મોટી સિદ્ધી : મૃત હાર્ટને જીવિત કરવામાં સફળતા

નવી દિલ્હી: અમેરિકી તબીબોએ પ્રથમ વખત મૃત શરીરમાંથી હાર્ટ કાઢીને અન્ય જરૂરિયાતવાળી વ્યÂક્તમાં લગાવીને તેને જીવિત કરવામાં સફળતા મેળવી છે. અમેરિકામાં તબીબોની આ સફળતાને ઐતિહાસિક અને દુરગામી તરીકે ગણવામાં આવે છે. તબીબોએ એક મૃત હાર્ટને ફરી જીવિત કરવામાં સફળતા મેળવી છે. ડ્યુક યુનિવર્સિટીના સર્જનોએ મૃત શરીરમાંથી હાર્ટ કાઢી લીધા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. જેના શહીરમાં લોહીનુ સંચાલન બંધ થઇ ગયુ હતુ તે વ્યક્તિના શરીરમાંથી હાર્ટ કાઢી લેવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ તેઓએ નવી ટેકનોલોજીના ઉપયોગથી હાર્ટમાં ઓક્સિજન ઓ, લોહી અને ઇલેક્ટ્રોલાઇટ પંપ કરીને તેને ફરી જીવિત કરવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેને અન્ય જરૂરિયાતવાળી વ્યક્તિમાં  તેને પ્રત્યારોપણ કરી દેવામાં આવતા આની સમગ્ર દુનિયામાં નોંધ લેવામાં આવી છે. આ સફળતા બાદ દુનિયાભરમાં હજારો લોકોના જીવનને બચાવી શકાશે.

હજુ સુધી એવા જ લોકોમાંથી હાર્ટ લેવામાં આવી રહ્યા હતા જે બ્રેન ડેડ થઇ ચુક્યા છે. પરંતુ તેમના હાર્ટ કામ કરી રહ્યા છે. આ ટેકનિકને હાર્ટ ઇન ધ બોક્સ નામ આપવામાં આવ્યુ છે. આના કારણે પ્રત્યારોપણ યોગ્ય હાર્ટની સંખ્યામાં વધારો થશે. સાથે સાથે તબીબોને વધારે પણ મળનાર છે.

વર્ષ ૧૯૬૭માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત માનવ હાર્ટનુ પ્રત્યારોપણ કરવામાં આવ્યુ હતુ. તેના એક વર્ષ બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તબીબોએ આ પ્રકારનુ પ્રથમ પ્રત્યારોપણ કર્યુહતુ. વર્ષ ૨૦૦૮ સુધી સમગ્ર અમેરિકામાં ૩૪૦૦ કરતા વધારે પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. અલબત્ત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ છે. જા કે અમેરિકામાં હાલના વર્ષોમાં લિવર, ફેફસા અને કિડની સહિત અન્ય અંગોની અછત થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.