ભરૂચમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખબક્તા ઠેર ઠેર પાણી પાણી ભરાયા
ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યો
(પ્રતિનિધિ) ભરૂચ, હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચમાં વહેલી સવારે બે કલાકમાં માત્ર બે ઈંચ વરસેલા વરસાદે નગરના હાલ બેહાલ કરવા સાથે લોકોને મુશીબતમાં મૂકી દીધા હતા.
હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ભરૂચ જીલ્લામાં શનિવારથી જ મેઘરાજાનો મુકામ સમયાંતરે જાેવા મળ્યો હતો.તો રવિવારની સવારે ભરૂચ,અંકલેશ્વર, વાગરા અને ઝઘડિયામાં મેઘરાજા મનમૂકીને વરસતા મુખ્યમાર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા તો નીચાણવાળા વિસ્તારો પણ પાણીથી તરબતર કરી દીધા હતા.
જેના પગલે મુખ્યમાર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો હતો અને પાણી માંથી પસાર થવું પડયું હતું.
ભરૂચમાં પાલિકા તંત્રના આયોજન અને કામગીરીના અભાવે નગરજનોએ અનેક સમસ્યાઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ગાંધીબજારમાં અધૂરી છોડલી કામગીરી વક્સહહે૫ ખુલ્લી ગટરમાં એક બાળક ખાબક્યો હતો. જાેકે તેને આસપાસના લોકોએ તુરંત બહાર કાઢી બચાવી લીધો હતો.
તો ફુરજા વિસ્તારમાં તો વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરો છલકાતા જાણે ધસમસતા વહેણમાં રેલ આવી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતા માલ સામાન બચાવવા દોડધામ મચી ગઈ હતી.
શહેરના ભાગકોટમાં વરસાદ વચ્ચે પુષ્પાબાગની દીવાલ ધરાશય થઈ હતી.જાેકે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.સ્થાનિકોએ આક્રોશ સાથે જણવ્યું હતું કે વારંવાર તંત્ર ને જાણ કરવા છતાં કોઈ નિકાલ કરવામાં નહિ આવતા આજે આ દીવાલ ધરાશય થઈ હતી
અને કોઈ જાનહાની સર્જાય હોત તો જવાબદાર કોણ જેવા સવાલો ઉઠા કર્યા હતા.તો ચિંગસપુરામાં પાણી ભરાવા સાથે ગંદકીથી લોકો ત્રસ્ત બન્યા હતા.સોનેરી મહેલ આચારવાડની ખડકીમાં ભુવો પડતા લોકોની અવરજવર બાધિત થવા સાથે રોષ જાેવા મળ્યો હતો.