કર્ણાટકના Dy. CM ડી.કે. શિવકુમાર દેશના સૌથી અમીર ધારાસભ્યઃ 1413 કરોડની સંપત્તિ
દેશના સૌથી ધનિક ધારાસભ્ય પાસે ૧૪૦૦ કરોડથી વધુની સંપત્તિ
નવી દિલ્હી, દેશના ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી ધનિક ધારાસભ્ય પાસે ૧,૪૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે ૨ હજાર રૂપિયા પણ નથી.
કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર દેશના સૌથી અમીર ધારાસભ્યોની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમાર પાસે ૧,૪૧૩ કરોડથી વધુની સંપત્તિ છે. આ સાથે જ આશ્ચર્યની વાત એ છે કે દેશના ૨૦ સૌથી ધનિક ધારાસભ્યોમાંથી ૧૨ કર્ણાટકના છે. બીજા અને ત્રીજા સૌથી અમીર ધારાસભ્યો પણ કર્ણાટકના છે.
બીજી બાજુ સૌથી અમીર અપક્ષ ધારાસભ્ય અને ઉદ્યોગપતિ કેએચ પુટ્ટસ્વામી ગૌડા છે. તેમની પાસે ૧,૨૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયા કૃષ્ણ ૧,૧૫૬ કરોડની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય ર્નિમલ કુમાર ધારા છે, જે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય છે, જેમની કુલ જાહેર કરેલી સંપત્તિ માત્ર ૧,૭૦૦ રૂપિયા છે. તેમના પછી ઓડિશાના અપક્ષ ધારાસભ્ય મકરંદ મુદુલી છે, જેમની પાસે ૧૫,૦૦૦ રૂપિયાની સંપત્તિ છે.
ત્યારબાદ પંજાટ્ઠબના આમ આદમી પાર્ટીના નરિન્દર પાલ સિંહ સાવના છે, જેમની સંપત્તિ ૧૮,૩૭૦ રૂપિયા છે. એડીઆરરિપોર્ટ જણાવે છે કે કર્ણાટકના ૧૪ ટકા ધારાસભ્યો અબજાેપતિ છે, જે દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. ૬૪.૩ કરોડ નોંધાઈ છે.
આ સિવાય અરુણાચલ પ્રદેશ બીજા નંબર પર છે, જેના ૫૯માંથી ૪ ધારાસભ્યો અબજાેપતિ છે. મતલબ અહીંના સાત ટકા ધારાસભ્યો અબજાેપતિછે. શ્રીમંતોની યાદીમાં રહેલા કર્ણાટકના બાકીના ધારાસભ્યોમાં, ખાણકામના વેપારી ગલી જનાર્દન રેડ્ડી ૨૩માં નંબરે છે. રેડ્ડીની મોટાભાગની સંપત્તિ તેમની પત્ની અરુણા લક્ષ્મીના નામે જાહેર કરવામાં આવી છે.
રેડ્ડીએ તેમની નવી પાર્ટી કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ સાથે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, કર્ણાટકમાં દેશમાં સૌથી વધુ અબજાેપતિઓ ચૂંટાયા, જેમાંથી ૩૨ લોકો ૧૦૦ કરોડ રુપિયાથી વધુની સંપત્તિ ધરાવતા હતા. ટોચના દસ સૌથી ધનિક ધારાસભ્યોમાંથી ચાર કોંગ્રેસના છે.
ભાજપના ત્રણ છે. આ અહેવાલ આવતાની સાથે જ પક્ષકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ડીકે શિવકુમારને સંપત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહે છે કે તેઓ સૌથી અમીર તો નથી પણ ગરીબ પણ નથી. આ એવી સંપતી છે જે મેં લાંબા સમયમાં હાંસિલ કરી છે.
આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદે કહ્યું કે કેડીકે શિવકુમાર એક બિઝનેસમેન છે. અને તેમાં ખોટું શું છે? ભાજપના ધારાસભ્યોને પણ ખાણ કૌભાંડના આરોપી છે. આ વાત પર કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ કુમારે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અમીર લોકોને પ્રેમ કરે છે. અમારી પાર્ટીમાં જે લોકો ખાણ કૌભાંડમાં સંડોવાયેલા હતા તેમને ન્યાય મળી ગયો છે.