Western Times News

Gujarati News

મણિપુરમાં ગેંગરેપના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્રમાં માંગ

નડિયાદમાં યુનાઈટેડ ક્રિશ્ચિય ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) (પ્રતિનિધિ) નડિયાદ, મણીપુરની ઘટનાથી ખેડા જિલ્લાની પ્રજા પણ રોષે ભરાય છે મહિલાઓ પર જાતીય અત્યાચાર ગુજારીએ અને જાહેરમાં સરઘસ કરવાની ઘટના ના જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તેમ જ ભોગ બનનાર સમુદાયની સલામતી,ન્યાય અને પુનર્વસન થાય તે માટે , નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મૌન શાંતિ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું

મણિપુરમાં વ્યાપક પ્રમાણમાં હિંસામાં અથડામણ થઇ છે.જેમાં હિંસા અને સતામણી ખાસ કરીને કુકી આદિજાતિ ઉપર વિશેષ થઇ રહી છે.બળાત્કાર છેડતી,લુંટ,આગચંપી,મહિલાઓ સાથે ગેંગ રેપ જેવી ઘટનાઓ છેલ્લા અઢી મહિનાથી અવિરત ચાલુ હોય નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા વિશાળ રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શહેરના સી એન.આઈ ચર્ચથી સવારે ૧૦ કલાકે રેલી શાંતિપૂર્ણ નીકળી હતી,જેમાં કેથોલિક ચર્ચ,સાલ્વેશન આર્મી,મેથોડીસ્ટ ચર્ચ,ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સહિતના ચર્ચના ધર્મગુરુઓ સાથે મોટી સંખ્યામાં નાગરીકો સફેદ વસ્ત્રો અને સૂચક બેનર સાથે જાેડાયા હતા. આ રેલી સી.એન.આઈ ચર્ચ થઈ મિશન રોડ માર્ગે કલેકટર કચેરી પહોંચી હતી.

જેમાં નાગરિકોએ “મણિપુરમાં શાંતિ પ્રવર્તો,ન્યાય આપો,સહુ પ્રેમથી રહો,પીડિતોને સહારો આપો”જેવા સૂચક બેનર સાથે જાેડાયા હતા. આ અંગે કેથોલિક સભાપુરોહિત ફાધર જાેસેફ અય્યાઉએ જણાવ્યું હતું કે,અમે આવેદનપત્ર દ્વારા કલેકટર અને રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે કે,

છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી હિંસાના કારણે હજારો કુકી આદિવાસી તેમજ અન્ય બોગ બનનાર સ્થાનિકો સ્થળાંતર કરી ચૂક્યા છે.મણિપુરમાં રાજધાની ઈમ્ફાલથી લગભગ ૩૫ કિમી દુર કોંગપોક જીલ્લામાં કુકી મહિલાઓને નગ્ન કરી અમાનવીય વર્તન અને દુષ્કર્મ એ ખૂબ દુઃખદ અને કાળજુંકંપાવી નાખનાર ઘટના છે.

આ ઘટનાને અંજામ આપનાર તમામને ઝડપી પાડી કડકમાં કડક રાજા થવી જાેઈએ અને પીડિતોને સત્વરે ન્યાય મળવો જાેઈએ.મેથોડીસ્ટ ચર્ચના ધર્મગુર રેવ.ડૉ.ઈમાનયેલ કાને જણાવ્યું હતું કે,મણિપુરમાં અસંખ્ય નાગરિકોએ પોતાનું ઘર,ધંધા-વ્યવસાય,મિલ્કતો અને જમીન સહીત સર્વસ્વ ગુમાવી દીધું છે.

ઘાતકી હુમલાઓ,સામુહિક બળાત્કાર અને હત્યાઓને કારણે આદીજાતીમાં ડરનો માહોલ સર્જાયો છે.તેઓએ હાલમાં રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે. મણિપુરમાં વિશેષ ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં અસંખ્ય મકાનો, દુકાનો, વાહનો, ઘર, સંસ્થાઓ તેમજ ૨૦૦ થી વધુ ચર્ચ સળગાવાયા છે,

આ હિંસામાં લગભગ ૧૫૦ થી વધુ લોકોએ જીવ ગમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હાલમાં મણિપુરમાં લોકશાહી માળખું પડી ભાંગ્યું છે ત્યારે આપ વિશેષ રસ દાખવી રાજ્ય અને કેન્દ્ર સરકારને આદેશ કરી સત્વરે રોકી લોકશાહીને જીવંત રાખી શકો તેમ છો.સભાપુરોહિત ફાધર આમ્બ્રોસે જણાવ્યું હતું કે,

મણિપુરમાં કુકી આદિવાસીઓ વિરૂદ્ધ હિંસા અને અમાનવીય વ્યવહારની ઘટના દયનીય,નિંદનીય અને માનવતા વિરુદ્ધ અપરાધ કહેવાય છે. આવા સંજાેગોમાં નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ શાંતિ રેલી યોજી આવેદનપત્ર આપી નમ્ર વિનંતી કરે છે કે, મણિપુરમાં રહેતા કુકી આદિવાસી સમુદાય

અને અન્ય ભોગ બનનાર લોકો-સમુદાય પર જીવલેણ હુમલા બંધ થવા જાેઈએ અને ઘણાં મામલામાં કુકી પીડિતોને આરોપી બનાવાઇ રહ્યાં છે. તેમની સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે બંધ થવી જાેઈએ,ભોગ બનનાર મહિલાઓને ન્યાય મળવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.