Western Times News

Gujarati News

મરડેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધી) શહેરા, પર્યાવરણને શુધ્ધ રાખવામાં વરસાદ લાવામા વૃક્ષો મહત્વની ભુમિકા ભજવે છે. શહેરા તાલુકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ,

પંચમહાલ જીલ્લા તેમજ શહેરા તાલુકા તથા સામાજિક વનીકરણ વિભાગ ગોધરા હેઠળની વિસ્તરણ રેન્જ શહેરાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.અને તેમા વૃક્ષો રોપવામા આવ્યા હતા.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ,તેમજ શહેરા તાલુરા તથા સામાજીક વનીકરણ વિભાગ ગોધરાના સંયુક્ત ઉપક્રમે શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવ દાદાના સામ્રાજ્યમાં સ્વામી વિવેકાનંદ વન બનાવવાના માં. છોડમાં રણછોડ વાક્યને સાર્થક કરતા વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો

જેમાં શહેરા પોલીસના અધિકારીઓ સામાજિક વનીકરણ વન વિભાગ પંચમહાલના ઇન્ચાર્જ કચેરી અધિક્ષક શંકરભાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ મહામંત્રી શહેરા મંડળના અંબાલાલભાઈ અને બિપીનભાઈ, જિલ્લા સયોજક પ્રજ્ઞેશ પટેલ, તાલુકા / નગર સંયોજક પ્રકાશભાઈ,તેમજ પૃથ્વીભાઈ સહિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો જાેડાયા હતા,અને વિવિધ પ્રકારના વૃક્ષોનીં રોપણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.