બાઈક ઉપર સ્ટંટ કરતા બે યુવાનોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
સુરત, સુરતમાં રિલ્સ બનાવવા બાઈક ઉપર જાેખમી સ્ટંટ કરવાનું બે યુવકોને ભારે પડયું છે. બે દિવસ પહેલા વાયરલ થયેલા આ સ્ટંટના વીડીયો બાદ ગુરુવારે ઉમરા પોલીસે કાર્યવાહી કરી હતી.
સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી જાહેરમાં પરેડ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું યુવાનોએ એક જ બાઈક પર વારાફરતી જાેખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
બે દિવસ પહેલાં શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બાઈક ઉપર બે યુવકો ઉભા રહીને જીવના જાેખમે સ્ટેટ કર્યો હતો તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
ઉમરા પોલીસે બંને યુવકોને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી અને બંને યુવકોને શોધી કાઢી ઝડપી પાડયા હતા પકડાયેલા બે યુવાનો ર૧ વર્ષનો ધીરજ વિક્રમસિંહ ચૌહાણ અને માત્ર ૧૮ વર્ષના કિશોર ધાનકાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્ટંટ કરનાર ધીરજ ચૌહાણ અને કિશોર ધાનકાની પુછપરછ કરતા પોપટની જેમ બોલવા માંડ્યા હતા કે પહેલા ધીરજ બાઈક પર સ્ટંટ કરી તેનો વીડિયો બનાવી આપ્યો, ત્યારબાદ તેના અન્ય મિત્રોએ બીજા વિસ્તારમાં જઈ એ જ બાઈક પર જાેખમી સ્ટંટનો વીડિયો બનાવી બંને યુવકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો, તેવુ કબુલ્યું હતું પોલીસે બંને યુવકોને સાથે રાખી જે જગ્યાએ જાહેરમાં સ્ટંટ કર્યો હતો ત્યાં લઈ જઈને પરેડ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.