જુગારના ત્રણ દરોડામાં 11 મહિલા સહિત ૧૬ શખસો ઝડપાયા
જામખંભાળીયા, દ્વારકા જીલ્લામાં પોલીસે જુગાર અંગેના અલગ અલગ સ્થળે ત્રણ દરોડા પાડી પતા ટીચતી ૧૧ મહીલા સહીત ૧૬ શખ્સને ૩પ હજારની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 16 people including 11 women were caught in three gambling raids
જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના નરસંગટેકરી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા મંગુબેન ગગા બઠીયા પાલુબેન, વીરા માણેક, હીરબાઈ રઘુ માણેક, આશાબેન અશોક પાઢ નયનાબેન રશાજા રાજગોર મંજુબેન ગોપાલ સીગડીયા જુલીબેન ગગા બઢીયા પ્રજ્ઞાબેન શામળા અસ્વારને ઝડપી લઈ રૂા.ર૧,૩પ૦ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં સુરજકરાડી વિસ્તારમાંથી ભાયા ઘેલા ગઢવી કરણ અરસી સાગઠીયા તથા સુધાબેન બાલુ ચૌહાણ સરીફાબેન બાબુ મકવાણા બુધીબેન ઘેલું માણેકને પોલીસે રૂા.૧૦,૭૯૦ના મતા સાથે ઝડપી પાડયા હતા. ત્રીજા દરોડામાં કલ્યાણપુર તાલુકાના ભોગતા ગામેથી પોલીસે જેઠા કરશન ભાચકના કેશવ જીવણ ભાચકના ખીફમાણંદ દેવાણંદ લુણાને રૂા.૩૦પ૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
યુવાનને ખુનની ધમકી કલ્યાણપુર ગામે લમધાર વાડી વિસ્તારમાં રહેતા ફરીયાદીએ વિનોદ ગોપાલભાઈ કણઝ)રીયાના નામનો યુવાનો પોતાના રસ્તામાં પડી ગયેલ બાવળનું વૃક્ષ કાપતો હતો. તે વેળાએ આરોપી મોહન ગોકર, કણઝારીયા, દિવ્યેશ મોહન કણઝારીયા ચેચતન રત્ના કણઝારીયા તથા રત્ના ગકોર કણઝારીયાએ આવી
મને પુછયા વગર ઝાડ કેમ કાપો છો કહી વિનોદને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. અને છૂટા પથ્થરના ઘા મારી ઈજાઓ પહોચાડતા કલ્યાણપચુરા પોલીસે ચારેય આરોપીઓને વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ઓખા વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવઃ
ઓખા આર.કે. બંદર ખાતે રહેતા અને મુળ નવસારીના રણજીત રમેશભાઈ રાઠોડે નમના ૪૧ વર્ષીય યુવાન ઓખા આર.કે.જેટી પર બોટની સાફ સફાઈ કરતા હોય તે વેળાએ અચાનક ખેચ આવતા બોટ પરથી નીચે જેટી ઉપર પડી જતા અથવા તેમને હાર્ટએટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજયું હતું.
બીજા બનાવમાં ઓખા આર.કે. ખાતે રહેતા મુળ નવસારીના ભરતભાઈ દીનેશભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજયું હતું.