Western Times News

Gujarati News

મેયર વિરુદ્ધ પત્રિકા વહેતી કરનારો શાસક પક્ષના નેતાનો સાળો નીકળ્યો !

પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત- સમગ્ર પ્રકરણમાં આડકતરી સંડોવણી સામે આવતા શાસક પક્ષના નેતાએ આપ્યું પદ પરથી રાજીનામું

વડોદરા, વડોદરાના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, શાસક પક્ષના નેતા તેમના કાર્યકાળ પૂર્ણ કરી શકયા નથી. મેયર નિલેશસિંહ રાઠોડ વિરુદ્ધ પત્રિકા થકી અપપ્રચારમાં આડકતરી સંડોવણી સામે આવતા શાસક પક્ષના નેતા અલ્પેશ લીબચિયાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ તેમના સાળા સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડ વિરુદ્ધની પત્રિકાઓ ભાજપના જ વિવિધ હોદ્દેદારોને પોસ્ટ મારફતે મોકલીને અપપ્રચાર કરવામાં આવ્યો હતો. આ મામલો જાહેરમાં આવતા જ મેયરે પોલીસ કમિશનરને અરજી આપી તપાસ કરવા જણાવ્યું હતું પોલીસે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં તપાસ પૂર્ણ કરીને આ મામલે અમિત લીબચિયાની ઓળખ કરી ગત રોજ અટકાયત કરી હતી.

અમિત લીંબાચિયા વડોદરા પાલિકાના શાસક પક્ષના નેતાની જવાબદારી નિભાવતા અલ્પેશ લીબચિયાના પરિજન હોવાનું સામે આવ્યું છે જેને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના જણાવ્યા પ્રમાણે મેયર વિરુદ્ધની પત્રિકા થકી અપપ્રચાર મામલે જેની સંડોવણી સામે આવી છે તેઓ ભાજપ સાથે જાેડાયેલા નથી. ગતરોજ પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લીબચિયાએ પોતાના હોદ્દા (પક્ષના નેતા) પદેથી મુકત થવાની વિનંતી કરી હતી, જે પાર્ટીએ સ્વીકારી લીધી છે

ગઈકાલે રાત્રે જ તેઓ પક્ષના નેતાની જવાબદારીમાંથી મુકત થયા છે. દરમિયાન મેયર વિરુદ્ધ પત્રિકા થકી પ્રચાર કરનારો બીજાે કોઈ નહી પરંતુ ાસક પક્ષના નેતા અલ્પેશ લીબાચિયાનો સાળો અમિત ઘનશ્યામભાઈ લીંબચિયા (રહે. તરસાલી, વડોદરા) તેમજ અન્યએક વ્યક્તિ આકાશ ગિરિશભાઈ નાઈ (રહે. મોતીનગર, તરસાલી- વડોદરા) હોવાનું બહાર આવતા પોલીસે મેયરના નાનાભાઈની ફરિયાદ પરથી બંનેની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.