સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૩.૬૪ ઇંચ વરસાદ
રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ :રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કુલ ૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૩.૬૪ ઇંચ એટલે કે ૯૧ મિ.મી, વલસાડના કપરાડામાં ૮૫ મિ.મી, આણંદમાં ૮૦ મિ.મી, અને ખેડાના નડિયાદમાં ૭૫ મિ.મી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં ૭૩ મિ.મી, ગીર સોમનાથના કોડીનારમાં ૬૫ મિ.મી, વલસાડના વાપીમાં અને સુરતના ઓલપાડમાં ૬૪ મિ.મી, જુનાગઢના વંથલીમાં ૬૩ મિ.મી, જયારે કેશોદ અને માળિયાહાટીનામાં ૫૯ મિ.મી, માણાવદરમાં ૫૭ મિ.મી, વલસાડના પારડી અને સુરતના માંગરોળમાં ૫૨ મિ.મી, જુનાગઢના માંગરોળ અને મેંદરડામાં ૫૦ મિ.મી, એમ કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૪૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૨.૩૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૫.૦૫ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૧.૦૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭.૬૦ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૫.૩૦ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.