વીર નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટેના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ તથા કુલસચિવશ્રી ડો. રમેશદાન સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના મહત્વાકાંક્ષી પ્રકલ્પ (પ્રોજેકટ) હરિયાળું પરિસર (ગ્રીન કેમ્પસ) અંતર્ગત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી
ગ્રામ અભ્યાસ વિભાગના પ્રાંગણમાં મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ દ્વારા તા.૨૪/૦૭/૨૦૨૩ ના રોજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ તથા કુલસચિવશ્રી રમેશદાન સી. ગઢવી મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના ઈન્ચાર્જ વડાશ્રી
અને કો-ઓર્ડીનેટરશ્રી ડો. દીપકભાઈ ભોયે, એન.જી.ઓ ના મુરલીભાઈ મુન્દ્રા, અધ્યાપકશ્રીઓ વિભાગના વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ જુદાં જુદાં પ્રકારના રોપા રોપવામાં આવ્યા જેમા મુરલીભાઈ મુન્દ્રા દ્વારા વિશેષ ફળ-ફળાદીના તેમજ આયુર્વેદિક વૃક્ષોના રોપા અપાયા જે મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના પરિસર ખાતે રોપવામાં આવ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આઈ.એ.એસ./ આઈ.પી.એસ., હિંદુ સ્ટડીઝ વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ, બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન ડૉ. અર્પિત દવે,
આઈ.એ.એસ./ આઈ.પી.એસ. અને હિંદુ સ્ટડીઝ વિભાગના કો-ઓર્ડીનેટરશ્રી બાલાજી રાજે, અધ્યાપકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ અને આઈ.એ.એસ./ આઈ.પી.એસ.ના તમામ વિદ્યાર્થીઓ તમામ એ કુલ ૨૫ રોપા રોપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા સતત વૃક્ષારોપણના કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.