ધારાસભ્યએ 350 બહેનોને નિ:શુલ્ક મંદિરોના દર્શનનો લ્હાવો અપાવ્યો
અમદાવાદ, શ્રાવણ માસમાં અંદાજે 350 બહેનોને શ્રી દિનેશભાઈ કુશવાહ (ધારાસભ્ય) દ્વારા નિ:શુલ્ક જગન્નાથ મંદિર, લાંભા, ગ્યાસપુર સોમનાથ મહાદેવ, ઇસ્કોન, ભાડજ (હરે કૃષ્ણ) સોલા ભાગવત, તિરૂપતિ, વૈષ્ણોદેવી, ત્રિમંદીર, અસારવા નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન માટે મંદિરોના દર્શનનો લ્હાવો અપાવેલ જેમાં બહેનોએ દર્શન સાથે ભજન- કીર્તન નો પણ આનંદ લીધો હતો.