પાયલોટનું લાઇસન્સ ત્રણ મહિના માટે કેમ સસ્પેન્ડ કરાયું ?
અમદાવાદ એરપોર્ટ પર વિમાનનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે અથડાયો-ઈન્ડિગોના કેપ્ટનનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કર્યું છે
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ અથડાયો હતો. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ ઈન્ડિગોના કેપ્ટનનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આઇએએનએસને આ માહિતી આપી હતી.
૧૫ જૂને થયેલા પ્લેન ક્રેશને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬ઈ૬૫૯૫ બેંગ્લોરથી અમદાવાદ જઈ રહી હતી. એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટકરાયો હતો.
ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર જરૂરી આકારણી અને સમારકામ માટે વિમાનને રોકવામાં આવ્યું હતું. આ ઘટનાની સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ હવે DGCAએ આ કાર્યવાહી કરી છે.
ગત ૧૫ જૂન ગુરૂવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જાેકે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.