Western Times News

Gujarati News

અમદાવાદમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ સર્જ્‌યો અકસ્માત

અમદાવાદ, અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્‌યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો. શહેરના માણેકબાગ વિસ્તારમાં BMW કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. GJ-01-KA-6566 નંબરની મ્સ્ઉ કારે અકસ્માત સર્જ્‌યો હતો.

જજીસ બંગલોથી માણેકબાગ વચ્ચે નશામાં ધૂત BMW કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. જાેકે આ અકસ્માત કોઇ જાનહાનિ થઇ નહોતી. નબીરા વાહનચાલકની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદમાં BMW કાર ચાલકે દારૂના નશામાં કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ કાર ચલાવી હતી. Another drunken man caused an accident in Ahmedabad

કાર ચાલકનો સેટેલાઈટ પોલીસે પીછો કરતાં તેને માણેકબાગથી ઝડપી પાડ્યો હતો. કાર ચાલક કમલેશ વિષ્ણુ ભાઈ બિશ્નોઇ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. રાત્રી દરમિયાન કારચાલક કમલેશ આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસે જઈ રહ્યો હતો. તે કાર સર્પાકાર રીતે ચલાવી રહ્યો હતો. સ્થાનિક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રોકાયો નહી અને બેદરકારીપૂર્વક કાર ચલાવતા ફૂટપાથ સાથે ટકરાયો હતો.

ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલની કારની સ્પીડથી લઈને બ્રેક અંગેના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. હવે એ પણ સાબિત થઈ ગયું છે કે, તથ્ય પટેલ જે જગુઆર કાર ચલાવતો હતો તેમા કોઈ ખામી ન હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર તથ્ય પટેલની અકસ્માત કરેલી કારમાં કોઈ યાંત્રિક ખામી ન હતી, અકસ્માત સર્જનારી તથ્ય પટેલની કારનું RTO ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેકશન કર્યું હતું. બીજી તરફ ૯ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થશે. તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ અંગે તથ્યને નોટિસ મોકલી છે.

પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી ૭ દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. નબીરા તથ્ય વિરુદ્ધ અકસ્માતની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ અનુસાર, છ મહિના પહેલાં પણ આરોપી તથ્ય પટેલે જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી.

થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્‌યો હતો. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે. આજથી સાત દિવસ પોલીસની ડ્રાઇવ કરશે. નિયમો ભંગ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. હેલ્મેટ સીટબેલ્ટ વગર હશે તો વાહન ચાલકને દંડ ફટકારવામાં આવશે. ઓવર સ્પીડ માટે ૩૦૦ થી વધુ લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.