આ ચોમાસામાં અમદાવાદમાં કુલ રપ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક
મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર
(એજન્સી)અમદાવાદ, શહેરને હરીયાળુ અમદાવાદ બનાવવવા માટે તંત્ર દ્વારા મિશન મિલીયન ટ્રી અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત છેલ્લાં કેટલાંક વર્ષોથી દર ચોમાસામાં દસ લાખ કે તેથી વધુ રોપાનું વાવેતર અમદાવાદમાં થઈ રહયું છે.
અમદાવાદમાં મહત્તમ વૃક્ષારોપણ કરીને તેને ગ્રીન અમદાવાદ બનાવવાના આ અભિયાન હેઠળ ચાલુ ચોમાસામાં મ્યુનિસીપલ બાગ-બગીચા વિભાગ દ્વારા ગત તા.રપ જજુલાઈથી સ્થિતીએ શહેરમાં ૯.૪૮ લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું છે.
મ્યુનિસીપલ કોર્પોરેશને તાજેતરમાં શહેરને હરીયાળું અમદાવાદ બનાવવાનાં અભિયાન હેઠળ વિવિધ ૪૧ સ્થળોએ બે દિવસમાં એક લાખથી વધુ રોપાનું વાવેતર કર્યું હતું. તા.રર અને ર૩ જજુલાઈએ તંત્રએ મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો હતો. તા.રર જુલાઈએ ર૩ સ્થળોએ પ૦ હજારથી વધુ રોપા અને તા.ર૩ જુલાઈએ ૧૮ સ્થળોએ પ૦ હજારથી વધુ રોપાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડીગ, કમીટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહીતના મહાનુભાવો ઉત્સાહભેર જાેડાયા હતા. આ બે દિવસીય વૃક્ષારોપણના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમીશ્નર એમ. થેન્નારસનમુે ખાસ ઓફીસ ઓર્ડર પ્રસિદ્ધ કર્યા હતો
જેમાં જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમીશ્નર સહીતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ ફરજ સોપાઈ હતી. તંત્રના બાગ-બગીચા વિભાગ દ્વારા મીશન ગ્રીન અમદાવાદ અભિયાયન હેઠળ ગત તા.રપ જુલાઈ, ર૦ર૩ની સ્થિતીએ શહેરમાં કુલ ૯,૪૮,૧૭૪ રોપા વવાઈ ચુકયા છે. તા.રપ જુલાઈએ બાગ-બગીચા વિભાગે શહેરમાં વધુ ૧૮,૩૩૯ રોપા વાવ્યા હતા.
અત્યાર સુધી વવાયેલા રોપાની ઝોન વાઈઝ વિગત તપાસતાં તંત્રના સત્તાવાર રીપોર્ટ મુજબ પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩,૮૦,૪૧૯ રોપા વવાયા છે. જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ર,૬પ,૯૦૯ ઉત્તર ઝોનમાં ૮પ,ર૪પ પશ્ચિમ ઝોનમાં ૮૦,૩૩૬ દક્ષિણ ઝોનમાં ૭૮,૭૯૭, દક્ષીણ-પશ્ચિમ ઝોનમાં ૪૮,૮૮૬ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૮,પ૮ર રોપા વવાયા છે.
કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતો મધ્ય ઝોનમાં અત્યંત ગીચ વસ્તીના કારણે મ્યુનિ. તંત્ર પાસે વિકાસલક્ષી પ્રોજેકટો માટે તો જગ્યા છે જ નહી પરંતુ રોપાના વાવેતર માટે પણ જગ્યાનો દુષ્કાળ પડયો છે. જેના કારણે દર વર્ષના મિશન મીલીયન ટ્રી અભિયાન હેઠળ મધ્ય ઝોનમાં જ સૌથી ઓછા રોપાનું વાવેતર થાય છે.
ગત ચોમાસાના મિશન મીલીયન ટ્રી અભિયાનની વિગત તપાસતા વર્ષે ર૦રર-ર૩માં કુલ ર૦,૭પ,ર૩૧ રોપા વવાયા હતા. એટલે કે દસ લાખથી વધુ રોપાનું વાવેતર કરવામાં તંત્રન ફરી એક વખત સફળતા મળી હતી. તેમ જણાવતાં સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન હિતેષ બારોટે કહે છે કે
અત્યાર સુધીના મીશન મીલીયન ટ્રી અભિયાન હેઠળ શહેરમાં સૌથી વધુ રપ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક આ ચોમાસામાં રખાયો છે. અને મ્યુનિ. બાગ-બગીચીા વિભાગ જે ઝડપથી શહેરને હરીયાળુ કરવામાં મચી પડયું છે. તેને જાેતાં આ લક્ષ્યાંક સરળતાથી પાર પડશે.