જામનગર ખાતે નૌકાદળ દિવસની ભવ્ય ઉજવણી
Ahmedabad, નૌકાદળ દિવસ 2019ની ઉજવણીના ભાગરૂપે, INS વાલસુરા ખાતે 04 ડિસેમ્બરના રોજ ભવ્ય અને યોગ્ય રીતે ‘બિટિંગ રિટ્રીટ’ અને ‘સનસેટ સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘બિટિંગ રિટ્રીટ’ સદીઓ જુની મિલિટરી પરંપરા દર્શાવે છે. આ એવો સમય છે જેમાં સૂર્યાસ્ત વખતે સૈનિકો યુદ્ધ વિરામ કરે છે, તેમના શસ્ત્રોને વિરામ આપે છે અને યુદ્ધભૂમિ પર લડવાનું બંધ કરીને પોતાની છાવણીઓમાં પરત ફરે છે. નૌકાદળના બેન્ડ દ્વારા આત્માને સ્પર્શીય જાય તેવા પરફોર્મન્સ ઉપરાંત, કન્ટિન્યુટી ડ્રીલ, ફિઝિકલ ટ્રેનિંગ અને મશાલ ડિસ્પ્લેનું આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું.
As part of Navy Day 2019 celebrations, ‘Beating Retreat’ and ‘Sunset Ceremony’ were organized at INS Valsura on 04 Dec in a grand and befitting manner. ‘Beating retreat’ marks a centuries old military tradition, when the troops ceased fighting, sheathed their arms, withdrew from battlefield and returned to the camps at sunset at the sounding of the Retreat. In addition to soul touching performances played by the Naval Band, Continuity Drill, Physical Training and Mashaal Display also formed part of the event.
શસ્ત્રો ચલાવવાની પારંગતતા, વિશિષ્ટ ગુણ, શિસ્ત, નાનામાં નાની બાબતો પર એકાગ્રતા અને ચોક્કસાઇ દર્શાવતી કન્ટિન્યુટી ડ્રીલ દરમિયાન પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ફિઝિકલ ટ્રેનિંગના કરતબબાજોએ ઘોડે સવારી અને આગમાંથી કુદવાના દિલધડક કરતબો કરીને નૌકાદળના જવાનોની શારીરિક તંદુરસ્તી અને હિંમતનું પ્રદર્શન કર્યું હતું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વાલસુરા બેન્ડ દ્વારા ટ્યુબ બેલ્સના રણકાર સહિત વગાડવામાં આવેલી કર્ણપ્રિય મિલિટરી ટ્યુનથી મનોરંજક માહોલ બન્યો હતો અને નૌકાદળનો ધ્વજ ઉતારતા પહેલાં પ્રેક્ષકોને સમગ્ર વાતાવરણથી અચંબિત કરી દીધા હતા. ગુજરાતના યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણ અને હિંમત આપવાના આશય સાથે જામનગરના 08 ગુજરાત નવલ યુનિટ એસસીસી દ્વારા બેન્ડ પરફોર્ન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બેન્ડને પ્રથમ વખત આ કાર્યક્રમમાં સમાવવામાં આવ્યું હતું.
જામનગરમાં INS વાલસુરા ભારતીય નૌકાદળનું અગ્રણી તાલિમ ઇન્સ્ટિટ્યુટ છે જેનું સંચાલન કમાન્ડર સી. રઘુરામ વીએસએમના માર્ગદર્શનથી કરવામાં આવે છે.જામનગરના જાણીતા મહાનુભવો, યુનિટના ગણવેશધારી અને બિનગણવેશધારી લોકો આ તમામ કાર્યક્રમોના સાક્ષી બન્યા હતા. જામનગરના મ્યુનિસલ કમિશનર શ્રી સતિષ પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.