ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસે SEBIમાં DRHP ફાઇલ કર્યું
ફેડરલ બેંક દ્વારા પ્રમોટ કરાયેલ ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (“એફએફએસએલ” અથવા “કંપની”)એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. Fedbank Financial Services Limited files DRHP with SEBI.
એફએફએસએલ ભારતમાં પાંચ ખાનગી બેંક દ્વારા પ્રમોટ કરાયેલી એનબીએફસી પૈકીની એક છે. તે એમએસએમઇ અને ઇમર્જિંગ સેલ્ફ-એમ્પલોઇડ ઇન્ડિવિડ્યુઅલ્સ (“ઇએસઇઆઇ”) સેક્ટરની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઉપર કેન્દ્રિત છે.
કંપની ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 મૂળ કિંમત)ના ઓફર દ્વારા ભંડોળ ઉભું કરવાની યોજના ધરાવે છે, જેમાં રૂ. 7,500 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના ફ્રેશ ઇશ્યૂ અને “પ્રમોટર શેરહોલ્ડર” અને “અન્ય શેરહોલ્ડર” (“ઓફર ફોર સેલ”) દ્વારા 70,323,408 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
70,323,408 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલમાં ફેડરલ બેંક લિમિટેડ (“પ્રમોટર શેરહોલ્ડર”) દ્વારા 16,497,973 સુધીના ઇક્વિટી શેર્સ અને ટ્રુ નોર્થ ફંડ VI એલએલપી (“અન્ય શેરહોલ્ડર”) દ્વારા 53,825,435 સુધીના ઇક્વિટી શેર્સ સામેલ છે.
એફએફએસએલ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ બિઝનેસ અને એસેટની વૃદ્ધિથી ઉદ્ભવતા તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા ટિયર – 1 મૂડી આધારમાં વધારો કરવાની દરખાસ્ત કરે છે. ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી રકમનો એક હિસ્સો ઓફર ખર્ચને પહોંચી વળવા માટે વાપરવામાં આવશે. (“ઓફરના ઉદ્દેશ્યો”)
ICICI સિક્યુરિટીઝ લિમિટેડ, બીએનપી પારિબાસ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.