Western Times News

Gujarati News

ડોક્ટરે પથરીની જગ્યાએ ૨૬ વર્ષીય યુવતીનું ગર્ભાશય કાઢી નાખ્યું

ફરિયાદ કરી તો મારી નાખવાની આપી ધમકી

સમગ્ર કેસની વાત કરીએ તો, ઉષા મૌર્યને પેટના નીચેના ભાગમાં તીવ્ર દુઃખાવો થતો હતો, આ દુઃખાવો ઘણીવાર અસહ્ય બની જતો હતો

વારાણસી, ડોક્ટરને ભગવાનનો દરજ્જાે આપવામાં આવ્યો છે. શરદી-ખાંસી અને તાવ હોય કે પછી કેન્સર… આપણે નાની-નાનીથી માંડીને મોટી બીમારીની સારવાર માટે ડોક્ટર પાસે દોડી જઈએ છીએ અને તેમની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. આપણામાંથી મોટાભાગના તો ડોક્ટર દવા લખી આપી તે શેની છે અને તેનાથી શું અસર થશે તે પણ જાેવાની તસ્દી લેતા નથી. પરંતુ કહેવાય છે કે, કોઈના પર પણ આંધળો વિશ્વાસ ભારે પડી શકે છે. વારાણસીના ચોલાપુર બ્લોકના બેલા ગામમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીની જ વાત કરીએ તો, તેને પથરીના કારણે અસહ્ય પીડા થતી હતી તેની ટ્રિટમેન્ટ માટે તે હોસ્પિટલ ગઈ તો ડોક્ટરે પથરીના બદલે ગર્ભાશય કાઢી નાખ્યું હતું. The doctor removed the uterus of a 26-year-old girl instead of stones

આ વાતની જાણ પણ તેને ઘણા સમય બાદ થઈ હતી. જ્યારે તે ડોક્ટર પાસે ગઈ તો તેને ધમકી આપવામાં આવી હતી. સમગ્ર કેસની વાત કરીએ તો, ઉષા મૌર્યને પેટના નીચેના ભાગમાં તીવ્ર દુઃખાવો થતો હતો. આ દુઃખાવો ઘણીવાર અસહ્ય બની જતો હતો. જે બાદ તેણે આશા કાર્યકરનો સંપર્ક કર્યો હતો, આ બધું ૨૦૨૦માં કોરોના કારણે લાગુ કરાયેલા પહેલા લોકડાઉન દરમિયાન થયું હતું. આશા વર્કર તેને ગોલામાં ખાનગી નર્સિંગ હોમ ચલાવતા ડો. પ્રવીણ તિવારી પાસે લઈ ગઈ હતી. થોડા ટેસ્ટ કરાવ્યા બાદ ઉષાને પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થયું હતું.

૨૮ મે ૨૦૨૦ના રોજ ડોક્ટરના જ ક્લિનિકમાં પથરી દૂર કરવા માટેનું તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી, તે સમયે ઉષાને રાહત થઈ હતી અને હવે દુઃખાવાથી કાયમ મુક્તિ મળી ગઈ તેમ તેને લાગતું હતું. માર્ચ ૨૦૨૩માં ઉષાને ફરીથી પેટના નીચેના તે જ ભાગમાં આવો જ અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. તેણે ડાયજેસ્ટિવની ગોળી ખાધી અને પીડાને દૂર કરવા માટે હોટ વોટર બેગનો શેક લીધો હતો. પરંતુ દુઃખાવામાં કોઈ ફરક પડ્યો નહોતો. આ વખતે તેને બનિયાપુરના અન્ય ખાનગી નર્સિંગ હોમમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં તપાસ કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો, ડોક્ટરે તેને પથરી હજી એમ જ હોવાનું પરંતુ ગર્ભાશય ગાયબ હોવાનું થયું હતું. આઘાત પામેલી ઉષા ટેસ્ટ રિપોર્ટ્‌સ સાથે ડો. પ્રવીણ તિવારી પાસે ગઈ હતી અને સ્પષ્ટતા માગી હતી. જેના પર ડોક્ટરે તેને કથિત રીતે ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાધા બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા, ઉષાએ સ્થાનિક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ૨૫ જુલાઈએ આરોપી ડોક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

ચોલાપુર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કોર્ટના આદેશના આધારે અમે ડોક્ટર સામે ગુનો નોંધ્યો છે અને અમારી તપાસ શરૂ કરી છે. તેની સામે સર્જરીમાં ગરબડ અને ધમકી આપવાનો આરોપ છે’. ડોક્ટર સામે આઈપીસીની કલમ ૩૩૬, ૩૩૭, ૩૩૮ (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જાેખમમાં મૂકતા કૃત્યથી ગંભીર ઈજા પહોંચાડવી) તેમજ ૫૦૪ (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ચીફ મેડિકલ ઓફિસર ડો. સંદીપ ચૌધરીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસ માટે કહે બાદમાં ડોક્ટરની એક પેનલ દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.