સિગારેટ વાળા બાબા પાસે પ્રેમીઓ લગાવી રહ્યા છે અરજી
ફરીથી ચર્ચામાં છે આ મઝાર
આ મઝારની માન્યતા એવી છે કે અહીં માત્ર એક સિગારેટ ચઢાવવાથી જેમની જાેડી નથી બની રહી, તેમની જાેડી બની જાય છે
લખનૌ, છેલ્લા એક મહિનાથી જ્યોતિ મૌર્ય, મનીષ દુબે, સચિન-સીમા હૈદર અને હવે પાકિસ્તાન ગયેલી અંજુ નસરુલ્લાની લવસ્ટોરી સોશિયલ મીડિયા સહિત દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ લોકોની પ્રેમ કહાની જાેઈને લખનૌના લોકો એટલા રોમાંચિત થઈ ગયા કે પ્રખ્યાત કેપ્ટનની સમાધિ પર મોટી ભીડ ઉમટી રહી છે. પરિણીત લોકોથી લઈને પ્રેમી યુગલો અહીં પહોંચી રહ્યા છે. આ મઝારની માન્યતા એવી છે કે અહીં માત્ર એક સિગારેટ ચઢાવવાથી જેમની જાેડી નથી હબની રહી, તેમની જાેડી બની જાય છે. Cigarette Baba
બીજી તરફ જેમના લગ્ન થઈ ગયા છે, તેમની જાેડી અમર થઈ જાય છે. આટલું જ નહીં અહીં પહોંચ્યા પછી કેટલાક પ્રેમી યુગલો અહીના સેવક મિશ્રીલાલને અરજી કરવા માટે પૈસા આપી રહ્યા છે જેથી તેમની જાેડી પણ સીમા-સચિન, અંજુ-નસરુલ્લા અને જ્યોતિ મૌર્ય-મનીષ દુબે જેવી ફેમસ થઈ જાય. જાેકે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ આ સાચું છે. અહીંના સેવક મિશ્રીલાલે જણાવ્યું કે કેપ્ટન સાહેબને સિગારેટ વાળા બાબા કહેવામાં આવે છે કારણ કે આ બાબા લોકોની જાેડી બનાવવા માટે પ્રખ્યાત છે.
જાે પ્રેમી યુગલના લગ્ન ન થતા હોય અથવા પરિવાર સંમત ન હોય તો અહીં આવીને માથુ ટેકવાથી તેમની જાેડી બની જાય છે. તેઓ કહે છે કે ઘણા લોકો તેમની પાસે આવે છે અને પૈસા આપે છે અને તેમને અરજી કરવાનું કહે છે જેથી તેમનું કપલ ફેમસ થાય. સેવક મિશ્રીલાલે જણાવ્યું કે જાે પ્રેમી યુગલ અહીં આવીને સિગારેટ બાબાને સિગારેટ કે દારૂ કે માંસ અર્પણ કરે તો તે ખુશ થઈ જાય છે. તેમનું કહેવું છે કે તેમણે તેમની સામે ઘણા એવા પ્રેમી યુગલો જાેયા છે જે પહેલા પ્રેમી બનીને અહીં આવતા હતા અને પછી છ મહિનામાં લગ્ન કર્યા પછી આવવા લાગ્યા હતા.
ઈતિહાસકાર ડો. રવિ ભટ્ટે જણાવ્યું કે કેપ્ટન ફ્રેડરિક વેલ્સ બ્રિટિશ આર્મીમાં કેપ્ટન હતા. ૨૧ માર્ચ, ૧૮૫૮ ના રોજ મુસા બાગમાં અંગ્રેજાે અને અવધના સ્વાતંત્ર્ય સેનાનીઓ વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં બ્રિટિશ સૈનિકોની જીત થઈ હતી પરંતુ કેપ્ટન વેલ્સ માર્યા ગયા હતા. બાદમાં ત્યાં તેમની કબર બનાવવામાં આવી હતી. આ કબર પર એક પથ્થર પણ છે જેના પર કેપ્ટનનું નામ અને તેમની મૃત્યુની તારીખ લખેલી છે.
એટલે કે બ્રિટિશ આર્મીના કેપ્ટનની આ કબરની સામે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો માથુ ટેકવે છે. કેપ્ટન વેલ્સ સિગારેટના ખૂબ શોખીન હતા, તેથી જ અહીં સિગારેટ ચઢાવવામાં આવે છે. અહીં જવા માટે તમારે લખનૌના બાલાગંજ ચારર સ્તાથી હરિનગર ઈન્ટરસેક્શન સુધી આવવું પડશે. આ પછી તમે મૂસા બાગ પેલેસ પર પહોંચતા જ બે રસ્તાઓ જાેવા મળશે. એક મુસા બાગ પેલેસની અંદરથી પસાર થાય છે, જ્યારે બીજાે દરગાહની પાછળની બાજુ જાય છે. આ કબર ત્યાં છે.ss1