Western Times News

Gujarati News

2031માં યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવ સુધી આ મંદિરમાં રામધૂન ચાલુ રહેશે

2011ની સાલથી સંતરામ મંદિરમાં અખંડ રામધૂન ચાલી રહી છે

નડિયાદ, તમે નડિયાદના સંતરામ મંદિરની (Nadiad Santram temple, Gujarat) મુલાકાતે જાવ તો સમાધિ નજીક તમને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન સાંભળવા મળે. આ ધુન દિવસના અમુક ચોકકસ કલાકો માટે નહી પરંતુ ર૦૧૧થી અખંડ-અવિરત કરવામાં આવી રહી છે. માનવામાં ન આવે પરંતુ છેલ્લા ૧,૦૮,૯૮૪ કલાકથી આ અખંડ રામધૂન નડિયાદના સંતરામ મંદિરમાં ચાલી રહી છે.

નડિયાદના સંતરામ મંદિરમાં વિશ્વ કલ્યાણ માટે અખડ રામધૂન વર્ષ ર૦૧૧ થી કરવામાં આવી રહી છે. પૂ. રામદાસજી મહારાજની આજ્ઞાથી ૧૮ ફેબ્રુઆરી ર૦૧૧થી અખંડ રામધૂન શરૂ કરવામાં આવી. દિવસે અને રાત્રે એક પળ માટે પણ આ રામધૂન વિરામ નથી લેતી.

અલગ અલગ ભજન મંડળીઓ તેમજ શ્રદ્ધાળુઓ અને સંતો મહંતો આ રામધૂનમાં ભાગ લે છે. ર૦૧૧થી ર૦ર૩ દરમિયાન કોવિડ કાળ હોય કે પછી વરસાદ ને જળબંબાકાર, એક ક્ષણ માટે પણ આ રામધૂન વિરામ નથી થઈ. સંતરામ મહારાજની અખંડ જયોતની આસ્થા સાથે આ અખંડ રામધૂન પણ જાણે કે જાેડાઈ ગઈ છે.

રામધુન કરવા માટે દિવસ દરમિયાન ચાર અને રાત્રે એક એમ કુલ પાંચ ભજન મંડળીઓ રોજ સેવા આપે છે. રાત્રિ માટે ૩૦ ભજન મંડળીઓ નકકી છે. એક ભજન મંડળીનો વારો મહિનામાં એક જ વાર આવે છે. દિવસ દરમિયાન ૧૦૦થી વધુ શ્રદ્ધાળુઓ આ રામધુનમાં જાેડાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.