Western Times News

Gujarati News

દહેગામના વકીલે જમીનનું વધુ વળતર અપાવવાની લાલચ આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરી

પ્રતિકાત્મક

જમીન સંપાદનમાં વધુ વળતર પેટે રૂપિયાની છેતરપીંડી કરતાં વકીલ સામે બાયડ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

દહેગામ ખાતેના વકીલ બિમલભાઈ ઉર્ફે બન્ટીભાઈ પ્રવિણભાઈ અમીન રહે. અમીનવાડા, દહેગામ સાથે વાતચીત કરી ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા. 

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ઝાંખરીયા ગામે સુજલામ સુફલામ કેનાલમાં ગયેલી આવેલી સંપાદનમાં વધુ વળતર મેળવવા માટે કોર્ટમાં દાદ દાખલ કરી વળતર પેટે મળતી વધુ રકમ ૧૫ ટકા ફી પેટે લેવા સારૂ નક્કી કરી ફરીયાદી તથા લાભાર્થીઓને

વિશ્વાસમાં લઈ તમામ પાસેથી બેંક ઓફ બરોડા બાયડ શાખાના સહીઓ કરેલ રકમ ભર્યા વગરના તમામ અલગ-અલગ ચેક લઈ ફરીયાદી તેમજ લાભાર્થીઓના જુદી જુદી રકમના કુલ રૂા. ૨૩,૩૯,૮૭૪/-ના ચેક નાખી રૂપિયા ઉપાડી વિશ્વાસધાત કરી છેતરપીડી કરી હતી.

વિક્રમસિંહ પ્રતાપસિંહ સોલંકીએ બાયડ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ રાજય સરકારે કડાણા ડેમમાંથી નીકળતી સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલની યોજના બહાર પાડી હતી જે કેનાલ મહિસાગર નદી પર આવેલ કડાણા ડેમમાંથી નિકળી મહિસાગર જીલ્લાના લુણાવાડા, વિરપુર,

બાલાસિનોર તાલુકામાંથી પસાર થઈ અરવલ્લી જીલ્લાના બાયડ, ધનસુરા તાલુકામાં થઈ સાબરકાંઠા જીલ્લામાં પસાર થાય જે યોજના અંતર્ગત બાયડ તાલુકાની ઝાંખરીયા ગામની ગ્રામ પંચાયતમાં આવેલ જુના સર્વે નં.૧૭૩ નવા સર્વે નં.૬૬૨ ની જમીન ગુજરાત રાજય સરકારે ૨૦૦૪-૨૦૦૫ માં જમીન સંપાદન કરેલી હતી

તેમાં સરકાર શ્રીએ જમીનની બજાર કિંમત કરતા બહુ ઓછી કિંમત ગણી સર્વે નંબરમાં કેનાલમાં કામે સંપાદિત કરેલ જમીનનું ખુબ જ ઓછુ વળતર આપેલ હોય ઝાંખરીયા ગામમાંથી તથા આજુબાજુના ગામમાં સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલની યોજનામાં જે ખેડુતોની જમીન સંપાદિત થયેલ

તે તમામ ખેડુતોને ભેગા કરી વધુ વળતર મેળવવા માટે કોર્ટમાં દાદ માંગવા અંગેનુ નક્કી કરેલ છે. જશવંતસિંહ ભવાનસિંહ (રહે. ફતીયાબાદ, કપડવંજ) મળી ને દહેગામ ખાતેના વકીલ બિમલભાઈ ઉર્ફે બન્ટીભાઈ પ્રવિણભાઈ અમીન રહે. અમીનવાડા, દહેગામ તેઓની સાથે વાતચીત કરી ઝાંખરીયા ખાતે

જશવંતસિહ સોલકીના ધરે બાલાવી વકીલે આ યોજના અંતગત લાભાથી ભુપતસિહ, શનસિંહ, સોમસિંહ; નરવતસિંહ, રામસિંહ, પ્રવિણસિંહ રમેશસિંહ, ગુલાબસિંહ, અશોકકુમાર તથા બાલાસિનોર તાલુકાના લલ્લુભાઈ આ બધા વકીલનાઓ મળી સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલની યોજનામાં ગયેલ

જમીનમાં વધુ વળતર માટે કોર્ટમાં દાદ લેવા માટે વકીલ મારફતે કોર્ટમાં દાદ દાખલ કરવા અંગેની વાતચીત કરી લાભાર્થી અને વકીલ તથા જશવંતસિંહ સોલંકી મારફતે કોર્ટમાં દાદ માગવા બાબતે વકીલની ફી બાબતે કેટલીક શરતો નકકી થયેલ હતી જેમાં કોર્ટએ નકકી કરેલ

જમીન વળતરના કુલ રૂપિયા ૧૮ ટકા લેખે વકીલ બિમલભાઈને ફી ચુકવવાનું નકકી થયેલ છે.બિમલભાઈ વકીલ લાભાર્થી પાસે થી ૧૦૦ રૂ? નો સ્ટેમ્પ ઉ૫૨ તા.૨-૩-૨૦૦૫ ના રોજ સાક્ષીઓની રૂબરૂ સહીઓ કરી લેવામાં આવેલ છે. બિમલભાઈ વકીલે બેંક ઓફ બરોડા એકાઉન્ટમાં ચેક બુકમાંથી સહી કરેલ રકમ લખ્યા વગરનો ચેક આપેલ હતો જે ચેકમાં વળતરમાં ૧૮ ટકા લેખે નક્કી થયેલ ફી હું ઉપાડી લઈશ

ત્યાર બાદ કોર્ટમાં દાદ દાખલ કર્યા બાદ ચુકાદો નામદાર મે.પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ કોર્ટ – મોડાસાના હુકમ આપેલ જેમાં જમીન સંપાદન વળતર રૂા.૪,૦૫,૧૮૭, આપવાનું હુકમ કરેલ છે. જે આધારે તા.૧૬-૮-૨૦૧૮ ના રોજ રૂ?.૪,૦૫ ૧૮૭ જુદી જુદી ૨કમનો ચેક ક્લિયર કરી રૂપિયા ૨૩ ૩૯ ૮૭૪/- ચેક નાખી ઉપાડી લઈ અમારી સાથે છેતરપિંડી કરેલ કાયદેસરની તપાસ થવા સારૂ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.