&TV પર અણધાર્યા ઉતારચઢાવથી ભરચક સપ્તાહ!
એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનાં પાત્રો પોતાને વિચિત્ર સ્થિતિઓમાં પામે છે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા (આયુધ ભાનુશાલી) કહે છે, “માલતી દીદી (અનિતા પ્રધાન) યશોદા (નેહા જોશી)ને બાળકો સાથે તેમના નવા ઘરે જાય છે. દરમિયાન રણધીર (દર્શન દવે) ગાયત્રીને મળે છે અને યશોદા વિરુદ્ધ કાવતરું ઘડે છે. દાદા (સુનિલ દત્ત) ગુપ્તાના ઘરે માલતીની તલાશ કરે છે અને બંસલ યશોદાના ઘરે તેને જોઈ હતી એવો દાવો કરીને મુશ્કેલી ઊભી કરે છે. પરિવારના સભ્યો માલતીને જવાબ પૂછે છે, પરંતુ તે શાંત રહે છે.
બાળકો માટે યશોદા પાડોશી પાસેથી નાણાં માગે છે, જેઓ પુત્રવધૂ અને બાળકોને ઘરની બહાર હાંકી કાઢવા માટે સુરેશ ગુપ્તા (દાદાજી)નું અપમાન કરે છે, જેને લીધે દાદાજીને દુઃખ થાય છે. યશોદા દુકાન પાસે જઈને દર મહિને દૂધ આપવાની અને દરેક મહિનાને અંતે પૈસા ચૂકવી દેશે એવી વિનંતી કરે છે. દુકાનદાર તેને અશોક ગુપ્તાની પત્ની તરીકે ઓળખી કાઢે છે અને તેની સાથે ખરાબ વર્તન કરે છે. રણધીર મધ્યસ્થી કરે છે, જેને લીધે દુકાનદાર સાથે ઝઘડો થઈને તેમના સંબંધો વિશે પૂછે છે, જેને લઈ રણધીર તેને તમાચો મારે છે. આશ્ચર્યજનક ઘટનામાં યશોદા પાસેથી સુરેશને કોર્ટની નોટિસ મળે છે, જેને લઈ બધા જ ચોંકી ઊઠે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે હપ્પુ (યોગેશ ત્રિપાઠી) કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને કમિશનર (કિશોર ભાનુશાલી) દ્વારા એવી માહિતી આપવામાં આવે છે કે આઈજી ભાટી કાનપુરમાં તેના પરિવાર સાથે આવ્યો છે અને તેમને મળવા માગે છે. જોકે હપ્પુ બેઠક ટાળવા માગે છે, કારણ કે તેની પત્ની (કામના પાઠક) કેદારનાથમાં ગયેલી હોય છે. આમ છતાં તે તેમને પ્રમોશન મળવાની આશાએ બોલાવી લે છે.
સંપૂર્ણ પરિવારને રજૂ કરવા હપ્પુ બેની (વિશ્વનાથ ચેટરજી)ની મદદ માગે છે અને બિમલેશ (સપના સિકરવાર)ને તેની પત્ની તરીકે દેખાડો કરવા માટે પૂછે છે. આઈજી બિમલેશમાં રસ દાખવે છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરે છે, જેને લઈ હપ્પુ અસ્વસ્થ બને છે. આ પછી આઈજીની પત્ની હપ્પુને તેના ક્લાસમેટ વિશે કહીને તેનું સરનામું બરોબર છે કે નહીં તે જાણવા માટે પૂછે છે. હપ્પુના આશ્ચર્ય વચ્ચે કોલના અન્ય છેડે તે વ્યક્તિ બેની હોય છે.
ઉત્સુકતાથી હપ્પુ આઈજીની પત્ની અને તેની નણંદને બેનીના ઘરે લઈ જાય છે. બેનીને મળ્યા પછી આઈજીની પત્ની તે અપરિણીત હોવાનું માને છે અને પોતાની નણંદ સરલા માટે સંભવિત જોડી તરીકે વિચારવા લાગે છે. બીજા દિવસે આઈજી હપ્પુના ઘરે બેની અને સરલાનો લગ્નનો પ્રસ્તાવ લાવે છે, જેને લઈ તેમને આંચકો લાગે છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) કહે છે, “મર્યાદા (વિજય લક્ષ્મી માલિયા) વિભૂતિ (આસીફ શેખ)ની કઝિન બહેન તરીકે એન્ટ્રી કરે છે. તે વિભૂતિને મળીને પોતાને ગંભીર બીમારી હોવાનું અને જીવનના ફક્ત ત્રણ દિવસ બચ્યા હોવાનું કહે છે. તે અસલી પ્રેમ અનુભવ્યા વિના મરી જશે એવા ડરથી તે પ્રેમ શોધવા માટે વિભૂતિની મદદ માગે છે.
વિભૂતિની વિનંતી પર મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) તેનું પ્રેમ હિત બનવા માટે સંમત થાય છે. જોકે અણધાર્યા વળાંકમાં મર્યાદા તિવારીજી સાથે પ્રેમમાં પડે છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. મર્યાદાનો અણધાર્યો પ્રસ્તાવ કેવા ઉતારચઢાવ લાવે છે તેની મજા જોવાનું ચૂકશો નહીં. વિભૂતિ અને તિવારી આ અણધાર્યા વળાંકને કઈ રીતે હાથ ધરશે?”