નારાયણ મૂર્તિએ કરીના કપૂરની ટીકા કરી તો સુઝૈન ખાન થઈ ખુશ
મુંબઈ, જાે તમે કરીના કપૂરના ફેન છો, તો તમે તે વાત જાણતા જ હશો કે શૂટિંગ સેટ હોય કે પછી એરપોર્ટ એ ભાગ્યે જ ચાહકો સેલ્ફી લેવાનું પસંદ કરે છે. આ જ વાતની ટીકા ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ એક ઈવેન્ટ દરમિયાન કરી હતી. તેમનો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તેમણે કહ્યું કે, એક્ટ્રેસે કેવી રીતે ફ્લાઈટમાં તેના ફેન્સને અવગણ્યા હતા. IIT-કાનપુરમાં વાતચીત દરમિયાન તે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કરીના કપૂરની ખામીઓ ગણાવી હતી. તેના પર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાનનું રિએક્શન સામે આવ્યું છે. વીડિયોમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે ‘એ દિવસ હું લંડન જઈ રહ્યો હતો અને મારી બાજુની સીટમાં કરીના કપૂર બેઠી હતી. ઘણા બધા લોકો તેની પાસે આવ્યા અને નમસ્તે કહ્યું. તેણે એકવાર પણ પ્રતિક્રિયા ન આપી.
મને થોડી નવાઈ લાગી. જે કોઈ પણ મારી પાસે આવ્યું, હું ઉભો થઈ ગયો, અમે એક મિનિટ અથવા અડધી મિનિટ વાત કરી હતી અને તે લોકો તેની જ આશા રાખી રહ્યા હતા. નારાયણ મૂર્તિની બાજુમાં બેઠેલા સુધા મૂર્તિએ એક્ટ્રેસનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તેના લાખો ફેન્સ છે, તે થાકી ગઈ હશે.
નારાયણ એક સોફ્ટવેર પર્સન છે અને ફાઉન્ડર છે. તેમના કદાચ ૧૦ હજાર ફેન્સ હશે. પરંતુ એક ફિલ્મ એક્ટ્રેસને ૧૦ લાખ ચાહનારા હશે’. તેના પર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે ‘આ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જ્યારે કોઈ પ્રેમ બતાવે છે, તો તમે પણ તેને પરત દેખાડી શકો છો, ગમે એટલા સીક્રેટ રીતે કરી શકો. મને લાગે છે કે આ જ મહત્વનું છે.
આ બધી અહંકાર ઓછો કરવાની રીત છે, બસ આટલું જ. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો રિશેર કર્યો હતો. જેમાં સુઝૈન ખાનના રિએક્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ‘ઘણી સારી વાત કરી મિસ્ટર મૂર્તિ’ લખ્યું હતું અને સાથે ક્લેપિંગ ઈમોજી ડ્રોપ કરી હતી. જણાવી દઈએ કે, કરિયરની શરૂઆતમાં કરીના કપૂરનું નામ તેના ઘણા કો-એક્ટર સાથે જાેડાયું હતું, જેમાંથી એક હૃતિક રોશન પણ હતો.
તેવી અફવા હતી કે, તેમનું ચક્કર કરણ જાેહરની વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના સેટ પર શરૂ થયું હતું, જેમાં બંને એકબીજાની ઓપોઝિટમાં હતા. જે બાદ તેમણે યાદે (૨૦૦૧) અને મેં પ્રેમ કી દીવાની હું (૨૦૦૩) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે સમયે બંને ઝડપથી ફેલાઈ રહેલી આ વાતને નકારી દીધી હતી.SS1MS