17 પોલીસકર્મીઓએ દિવસ-રાત મહેનત કરી તથ્ય પટેલ સામે મજબૂત કેસ તૈયાર કર્યો
સાત દિવસ સુધી રોજમાત્ર બે કલાકની ઊંઘ, જમવાનો પણ સમય નહીં ત્યારે જઈને બની ૧૬૮૪ પાનાંની ચાર્જશીટ
બપોરના અઢી-ત્રણ વાગ્યાની આસપાસ અમે લંચ લેતાં હતા અને રાતના બાર વાગ્યે ડિનર લેતા હતાં રોજ રાતે ખીચડી-કઢી, શાક અને બાજરીનો રોટલો જમતા અને ઘણી વખત જીરા રાઈસ અને દાલફ્રાય પણ જમતા હતા.
(એજન્સી) અમદાવાદ, ર૦ જુલાઈ, ર૦ર૩ના રોજ અમદાવાદના ઈતિહાસનો સૌથી ભયાનક અકસ્માત ઈસ્કોનબ્રિજ પર થયો હતો, જેમાં જેગુઆર કારના ચાલક તથ્ય પ્રજ્ઞેશ પટેલે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન સહિત કુલ નવ લોકોના ભોગ લીધો હતો.
તથ્ય પટેલે કરેલો અકસ્માત ઈતિહાસનાં પાનામાં કેદ થઈ ગયો, જેના કારણે હવે ર૦ જુલાઈને લોકો બ્લેક ડે માની રહ્યા છે. તથ્ય પટેલે મોડી રાતના ૧.૧૧ વાગ્યે કરેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. એક તરફ સોશિયલ મીડિયામાં લોકો તથ્ય પટેલ અને તેના પિતા વિરુદ્ધ આક્રોશ વ્યકત કરતા હતા
તો બીજી તરફ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માત્ર સાત દિવસમાં એટલે કે ૧૬૮ કલાકમાં ૧૬૮૪ પેજની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજુ કરી દીધી હતી, જેના કારણે હવે ન્યાયનો આરંભ થયો છે. સાત દિવસમાં માત્ર બે કલાકની ઉંઘ અને જમવાનો પણ સમય નહીં ત્યારે બની છે ૧૬૮૪ પેજની ચાર્જશીટ, અકસ્માતમાં રાત – દિવસ મહેનત કરનાર પોલીસનું આ છે ‘તથ્ય’ જે વાંચીને તમને પણ સલામ કરવાનું મન થશે.
અકસ્માતકાંડમાં મોતનું તાંડવ સર્જાયું હતું તો બીજી બાજુ બાપનો રોડ સમજી બેઠેલા તથ્ય પટેલને જલદી સજા મળે અને મૃતકોને ન્યાય મળે તે માટે ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરી દેવાની સુચના પોલીસને આપી દીધી હતી.
પોલીસને સુચના મળતાંની સાથે જ ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘે ટ્રાફિક ડીસીપી, બે એસીપી, છ પીઆઈ સહિત ૧૭ પોલીસ કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી દીધી હતી. એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરવાની હોવાથી પોલીસે તપાસનો આરંભ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ધરપકડથી કરી દીધી હતો. તથ્ય પટેલની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજુ કરાયો, જયાં તેના રિમાન્ડ મંજુર થયા હતા, જયારે પ્રજ્ઞેશ પટેલને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્ય્ હતો.
સાત દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી તે પોલીસ માટે ચેલેન્જિંગ કામ હતું, જેના કારણે તેમણે રાત-દિવસ જાેયા વગર મહેનત શરૂ કરી દીધી હતી. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વડા અને ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું છે કે
ઈન્વેસ્ટિગેશન દરમિયાન માત્ર બે કલાકની ઉંઘ મળતી હતી હું તથા બે એસીપી, છ પીઆઈ રોજ બે કલાકની ઉંઘ લેતા હતાં ત્યારે અન્ય પોલીસ સ્ટાફને થોડો આરામ કરવા માટેની છુટ આપવામાં આવી હતી વહેલી સવારે ઓફિસ આવી જવાનું ત્યાર બાદ રાતના ત્રણ-ચાર વાગ્યા સુધી કામ કરી ઘરે સુવા માટે જવાનું થતું હતું.
તથ્ય પટેલના કેસમાં પોલીસ કર્મચરીઓ પરિવાર તેમજ જમવાનું પણ ભુલી ગયા હતા. રાત-દિવસ મહેનત કરીને માત્ર એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. ડીસીપી નીતા દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે બપોરના અઢી-ત્રણ વાગ્યાની આસપાસ અમે લંચ લેતાં હતા
અને રાતના બાર વાગ્યે ડિનર લેતા હતાં રોજ રાતે ખીચડી-કઢી, શાક અને બાજરીનો રોટલો જમતા અને ઘણી વખત જીરા રાઈસ અને દાલફ્રાય પણ જમતા હતા. મોડી રાતે સ્પાઈસી ખાવાનું અઘરું પડતું હોવાના કારણે ખીચડી-કઢી ખાતાં હતા.