ભરૂચમાં પાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગો બિસ્માર થતા ખાડાઓનું સામ્રાજ્ય
બિસ્માર માર્ગોના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વરસાદી સિઝન વાહન ચાલકો માટે દર વર્ષે ત્રાસ દાયક રહે છે.વરસાદના પગલે શહેર અને જીલ્લાના વિવિધ માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
ભરૂચમાં ચોમાસું આવતા જ મુખ્યમાર્ગો બજારને જાેડતા માર્ગો અને સોસાયટીઓને જાેડતા તમામ માર્ગો વાહન ચાલકો અને રહીશો માટે યાતનારૂપ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.ખાડામાં ગયેલા માર્ગો અને તેમાં ભરાતા વરસાદી પાણીને લઈ વાહન ચાલકો અને સ્થાનિકોની મુસીબતનો પાર રહ્યો નથી.
વરસતા વરસાદમાં માર્ગ પર ભરાતા પાણી અને ખાડા ખાબોચિયાને કારણે વાહનોની રફતાર ઘટી જતી હોય છે.જેના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વારંવાર તંત્રને માર્ગના સમારકામ માટેની રજૂઆત છતાં સમારકામ નહિ થતા વાહન ચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
બિસ્માર માર્ગો ઉપરથી જાે સગર્ભા મહિલાઓને લઈને જવામાં આવે તો તેઓને પણ અકસ્માતનો ભય સતાવે છે.પાલિકાને ટેક્ષ ચૂકવવા છતાં આજે લોકોને આ સમસ્યા માંથી પસાર થવું પડે છે અને પાણી ભરવાના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા માર્ગો હો કે પછી તાલુકા અને જીલ્લા પંચાયત હસ્તક આવતા તમામ માર્ગો વરસાદી પાણીના કારણે બિસ્માર બનતા માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે.માર્ગો બિસ્માર બનતા વાહનો નુકશાન તો થઈ રહ્યુ છે સાથે સાથે ચાલકોને પણ કમર સહિતના અનેક દુઃખાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી તરફ અકસ્માતનો ભય પણ તેઓને સતાવી રહ્યો છે.