ભેળસેળ કરનારા વેપારીઓને કલેકટરે 2.75 લાખનો દંડ ફટકાર્યો
પાટણ, પાટણ જિલ્લાવાસીઓનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમને ભેળસેળ વગરની બજારમાંથી પ્રોડકટ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આ માટે અધિક નિવાસી કલેકટર દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સમયાંતરે બજારમાં ચેકિંગ કરવા અને
સેમ્પલ લઈને પાટણવાસીઓને આરોગ્યપ્રદ ખાદ્ય ખોરાકની વસ્તુઓ મળી રહે અને લેભાગુ તત્વો દ્વારા હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી લોકોને પધરાવે નહી તેવા ઉમદા હેતુથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મે. સધીકૃપા કિરાણા સ્ટોર્સ, મે. ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, મે. પ્રિન્સ ગૃહ ઉદ્યોગ, મે. ઉમા કિરાણા, મે. આનંદ ડેરી જેવી પેઢીઓ ઉપરથી તેમજ પ્રજાપતિ ભદ્રેશકુમાર પાસેથી વિવિધ નમૂના લેવામાં આવ્ય્ હતા જે નમૂનાઓનું પરિણામ સબસ્ટાન્ડ અને મિસ બ્રાન્ડેડ આવતા અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા આ ૭ પેઢીઓને રૂા.ર.૭પ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારી, દુકાનદારો અને હોટલ રેસ્ટોરન્ટ ઉપર ચેકીંગ હાથ ધર્યુ છે જેને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ પેસી જવા પામ્યો છે. જાેકે બીજી તરફ ફુડ ખાતાના અધિકારીઓનું એવું પણ કહેવું છે કે પોતાની સાથે થતી છેતરપિંડી સામે ગ્રાહકોએ પણ જાગૃત થવાની જરૂર છે.
આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાવાસીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમને ભેળસેળ વગરની બજારમાંથી પ્રોડકટ મળી રહે તે માટે કામ કરીને સારી વસ્તુઓ મળી રહે તે માટે અહમ ભૂમિકા ભજવી રહ્યું છે.