દીપડાએ ખેતરમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો
ભિલોડા, ભિલોડા-શામળાજી પંથકમાં અવાર-નવાર દીપડાની પ્રજાતિ લટાર મારતી હોવાની અને ખેતરોના સીમાડા વટાવી ગ્રામ્ય વિસ્તારોમાં આંટા-ફેરા મારતા ખેડૂતો અને પ્રજાજનો દહેશત પેદા થઈ છે. ચોમાસામાં ખેતીની સિઝન હોવાથી ખેતરો અને સીમાડાઓ ખેડૂતો અને શ્રમિકોથી ધમધમી રહ્યા છે.
ભિલોડાના વણઝર ગામ સહિત આજુબાજુના પંથકમાં દીપડાના આંટા-ફેરાથી લોકોના શ્વાસ અધ્ધર થયા છે. વણઝર ગામના ખેતરમાં દિપડાએ પશુનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ તંત્ર દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પુરાવામાં આવેની માંગ પ્રબળ બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા પંથકના વણઝર, મોટી બેબાર, રામનગર, સુનોખ, વાંસેરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વસવાટ જાેવા મળી રહ્યો છે. વણઝર ગામના ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ વણકર ખેડૂતના ખેતરમાં દીપડાએ ત્રાટકી પશુનું મારણ કરતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યુંછે.
વનવિભાગ દ્વારા પશુનું મારણ કરનાર દીપડો વધુ ખૂંવારી કરે તે પહેલા પાંજરે પુરવામાં આવે અને ખેડૂતને પશુ મરણની સહાય ચુકવવામાં આવેની માંગ પ્રબળ બની છે.